News of Friday, 29th November 2024
લોધીકાના વાગુદડ ગામમાં 14 વર્ષની બાળાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ

( ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૨૯ : લોધીકાના વાગુદડ ગામમાં 14 વર્ષની બાળાનું હૃદય રોગના હુમલા થી મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ લોધીકા તાલુકાના વાગુદડ ગામ ની ઉર્વીશા હરદેવભાઇ ડાંગર ઉ.વ.૧૪ ની આજે બપોરે તબિયત લથડતા અને છાતીમાં દુખાવો ઉપડતા બપોરે બે વાગ્યે હોસ્પિટલ પહોંચ્યે તે પહેલા રસ્તામાં જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતું. ઉર્વશી ધોરણ ૯ માં અભ્યાસ કરતી હતી. નાના એવા વાગુદડ ગામમા દુઃખનું મોજુ છવાઈ ગયેલ છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
