News of Friday, 29th November 2024
વિરાણી સ્કુલ ખાતે ૧૧૦૦ છાત્રોએ બનાવી વિશાળ રેડ રિબન
વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી : કાલે રેસકોર્ષ એથેલેટીક ગ્રાઉન્ડ ખાતે જી.ટી.શેઠ વિદ્યાલયના સથવારે બે હજાર ફૂટ લાંબી રીબનઃ સોમવારે કણસાગરા મહિલા કોલેજ ના છાત્રોની રેલી

રાજકોટઃ એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી સ્કૂલ ખાતે ધો. ૯ થી ૧ર ના ૧૧૦૦ છાત્રોની વિશાળ રેડ રિબન બનાવાઇ હતી. જેમાં હરેન્દ્રસિંહ ડોડીયા, આચાર્યના માર્ગદર્શન તળે રાજુભાઇ બામટા, સી.બી. માલાણી, જે. એમ.સરધારાએ જહેમત ઉઠાવી હતી. આ તકે અરૂણ દવે ચિરાગ ધામેચા, વિશાલ કમાણી હાજર હતા.
એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા કાલે શનિવારે રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગે ૧પ૦૦ છાત્રોની બે હજાર ફૂટ લાંબી રેડ રિબન જી.ટી.શેઠ સ્કુલના સથવારે યોજાશે, રવિવારે ૧૧ વાગ્યે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે રેલી, સેમીનાર, રિબન બનાવાશે.
સોમવારે સવારે ૯-૦૦ વાગે શહેર જીલ્લાની ૧પ૦૦ શાળાના ધો.૯ થી ૧ર ના છાત્રો પોતાની શાળામાં રેડ રિબન બનાવશે.શિક્ષણાધિકારી કચેરીના સહયોગ થી આ આયોજનમાં વિજ્ઞાન શિક્ષક એઇડ્સ ની સમજણ આપશે. ૩૧ મી માર્ચ ર૦રપ સુધીમાં બસોથી વધુ કાર્યક્રમો યોજાશેતેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે. મંગળવારે પંચશિલ સ્કૂલ ખાતે કેન્ડલ લાઇટ રેડ રિબન સવારે ૧૦ વાગે યોજાશે.
વિશેષ માહિતી હેલ્પલાઇન ૯૮રપ૦૭૮૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(2:30 PM IST)










