News of Friday, 29th November 2024
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ રેલી દરમિયાન ભયાવહ મોટી દુર્ઘટના :આગ ભડકી ઉઠતા 30 લોકો દાઝ્યા
શહીદોના સ્મરણમાં ઘંટાઘર ચોક પર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. મશાલ રેલી પૂર્ણ થયા બાદ મશાલ નીચે મૂકતી વખતે દુર્ઘટના બની

મધ્યપ્રદેશ: ખંડવામાં મશાલ રેલી દરમિયાન ભયાવહ દુર્ઘટના બની છે. આગ ભડકી ઉઠતા 30 લોકો દાઝ્યા છે. શહીદોના સ્મરણમાં ઘંટાઘર ચોક પર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. મશાલ રેલી પૂર્ણ થયા બાદ મશાલ નીચે મૂકતી વખતે દુર્ઘટના બની હતી . કેટલીક મશાલ ઊંધી પડતાં તેલ ફેલાયું અને આગ ભભૂકી ઉઠી હતી . આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સભામાં અરાજકતા ફેલાઈ હતી જેમાં 30 જેટલાં લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. .
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
