<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

રાજકોટના બે ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર અરવિંદ ઉર્ફે હોઠારો પકડાયો

નાસતા ફરતા સ્ક્વોડ ઝોન ૧ ટીમે જુનાગઢથી પકડ્યો

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે ગુન્હાઓમા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ ટીમે પકડી લીધો છે.

 રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુજરાત રાજ્ય તથા દેશના અલગ અલગ રાજ્યોના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના મળી હોઇ જે અન્વયે પો.સબ.ઇન્સ. બી.વી.બોરીસાગર તથા નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ ટીમ દ્વારા સી.ડી.આર. એનાલીસીસ તથા હયુમન સોર્સથી ખાનગી રાહે હકીકત મેળવી ઇવનગર ગામથી જુનાગઢ જવાના રસ્તા પરથી ગોવિંદ ઉર્ફે હોઠારો ચંદુભાઇ ચુડાસમા (ઉ.વ.૨૫ રહે. હાલ ઇવનગર તા.જી. જુનાગઢ)ને પકડી લીધો છે.

આ શખ્સ રાજકોટ એ ડિવિઝન, શાપરના ગુનાઓમાં અગાઉ સંડોવાયો હતો. જ્યારે ભક્તિનગર પોલીસના ચોરીના બે ગુનામાં નામ ખૂલતાં ફરાર હતો.

 પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝા તથા એડી. પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ સજનસિંહ પરમારની સૂચના અનુસાર પો.સબ.ઈન્સ. બી.વી.બોરીસાગર તથા નાસતા ફરતા સ્કોડ ઝોન-૧ના એ.એસ.આઈ. પીયુષભાઈ ત્રિવેદી તથા જયપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. નરેશભાઈ ચાવડા તથા અમીતભાઈ તેરૈયા તથા યુવરાજસિંહ જાદવએ આ કામગીરી કરી હતી.

(9:10 PM IST)