<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

અનોખી સ્પર્ધા, ૯૦ મિનિટ કંઈજ કરવાનું નહીં (સ્પેસ આઉટ) અને ઇનામ જીતો !!

સ્પેસ આઉટ સ્પર્ધામાં હાર્ટ રેટ મૉનિટરિંગના આધાર પર વિજેતા પસંદ કરવામાં આવે છે

સાઉથ કોરિયા : આજના આધુનિક અને ભાગદોડ વાળા સમયમાં જ્યાં દરેક વ્યક્તિ સ્માર્ટફોન અને ડિજિટલ ડિવાઇસ સાથે સતત સંકળાયેલો રહે છે ત્યારે સાઉથ કોરિયાએ મોબાઈલ એડિક્શનથી છુટકારો અપાવવાને માટે એક અનોખી રીત શોધી છે. અહી દર વર્ષે અનોખી સ્પર્ધા થાય છે. જે સૌ પ્રથમ ૨૦૧૪ માં શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ નિયમિત રીતે દર વર્ષે મોટા પાયા પર યોજાય છે. જેને “સ્પેસ આઉટ” કહેવામાં આવે છે. 

    આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોએ ૯૦ મિનિટ સુધી કંઈ જ કરવાનું હોતું નથી. ના કોઈ વાતચીત, ના કોઈ હલનચલન અને ના કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ. તે દરમિયાન  સ્પર્ધકોએ બસ શાંત બેસવાનું હોય છે અને પોતાના હ્દયના ધબકારાને કંટ્રોલ રાખવાનો હોય છે. સ્પેસ આઉટ સ્પર્ધામાં હાર્ટ રેટ મૉનિટરિંગના આધાર પર વિજેતા પસંદ કરવામાં આવે છે. જે સ્પર્ધકનો હાર્ટ રેટ સૌથી વધુ સ્થિર રહે છે, તે આ સ્પર્ધાનો વિજેતા બને છે

  . આ આયોજનનો ઉદેશ્ય લોકોને તનાવ મુક્ત કરવાનો અને તેમને ડિજિટલ દુનિયાથી થોડી રાહત આપવાનો છે. આજની ભાગદોડ વાળી જિંદગીમાં જ્યાં લોકોને થોડી પળ  માટે પણ પોતાના મોબાઈલ ફોનથી દૂર રહી શકતા નથી, તેમને માટે આ સ્પર્ધા લોકોને ધ્યાન અને શાંતિની તાકાત શિખવાડવા માટેની એક રીત છે. સાઉથ કોરિયા પોતાના ટફ વર્ક કલ્ચરને માટે જાણીતું છે, જે વિકસિત દેશોમાં સૌથી લાંબા કામકાજી કલાકો જોવા મળે છે. તેવામાં આ ઈવેન્ટ ની જરૂરત મહેસુલ થયેલી.


 

(1:08 AM IST)