News of Friday, 29th November 2024
સાવરકુંડલામાં આગેવાનો ઉપર જીવલેણ હુમલો કરનારા આરોપી ઝડપાયા
કડક સજા કરવા આવેદન પત્ર પાઠવીને રજૂઆત

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૯: સાવરકુંડલા ખાતે ગઈકાલે સવારે નવેક વાગ્યે રઘુવંશી સમાજના અગ્રણી લોહાણા મહાજન ના પ્રમુખ અને શ્રી રામજન્મ મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ માધવાણી તેમજ લોહાણા મહાજન ના મંત્રી અને સદભાવના ગ્રુપના મંત્રી અને શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા ઉપર લોહાણા મહાજન વાડી સામે આવેલી પાર્કિંગની જગ્યામાં દિવાલ બનાવવા બાબતે નજીકમાં જ રહેતા શખ્સોએ હુમલો કરી દેતા તેઓને બચાવવા નજીકમાં જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ આવતા તેઓ ઉપર પણ બોથડ હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો હુમલાના બનાવની જાણ થતા શહેરના તમામ વર્ગોમાં તેના ઘેરા પડઘા પડયા હતા અને બપોરે ૨:૦૦ વાગ્યે શહેર સજજડ બંધ થઈ ગયું હતું. બપોરે ૨:૦૦ વાગ્યા બાદ ખોડીયાર ચોક થી હિન્દુ સમાજના વિવિધ સંગઠનોની એક રેલી ડી.જે.ગાડી સાથે શહેર બંધ ની અપીલ કરવા નીકળી હતી ત્યારે પરમિશન વગર ડી.જે. વગાડવા બાબતનો વાંધો લઈ સ્થાનિક પોલીસે ડી.જે. ગાડી જપ્ત કરી હતી જ્યારે ચાર વાગ્યે રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતેથી આવેદનપત્ર આપવા જવાનું હોય મોટી સંખ્યામાં શહેરના યુવાનો અને નાગરિકો રિદ્ધિ સિદ્ધિ વખતે ભેગા થઈ ગયા હતા મોટી સંખ્યામાં લોકો શહેરની મધ્ય માં ભેગા થઈ જતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને જિલ્લા ભર માથી વધારાનો પોલીસ ફોર્સ બોલાવી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો મોટી સંખ્યામાં યુવાનો ભેગા થઈ જતા પોલીસે કુનેહ વાપરી ટ્રાફિક જામ નો થાય તે માટે રિદ્ધિ સિદ્ધિ મંદિરમાં જ યુવાનો ને બેસવા સમજાવતા યુવાનો રિદ્ધિ સિદ્ધિ મંદિરમાં ના હોલમાં બેઠા હતા ત્યારે સિફતપૂર્વક પોલીસે મંદિરના દરવાજા બંધ કરી અને નજરકેદ કરી દીધા હતા જ્યારે આવેદનપત્ર આપવા માટે ડીવાયએસપી વલય વૈધે માત્ર પાંચ વ્યક્તિઓને જ જવા દેવાની મંજૂરી આપી હતી ત્યારે અન્ય યુવાનો અને શહેરીજનો અલગ અલગ રીતે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ એકત્ર થઈ ગયા હતા. જ્યારે અમરેલી થી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી.જે.ગજેરા પણ આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા હતા ત્યારે તેમને બારોબાર જ પોલીસની ગાડીમાં મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓના હસ્તે શહેરની વિવિધ ૧૧ જેટલી સંસ્થાઓએ હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું સાંજે ૬:૦૦ વાગે આવેદનપત્ર આપ્યા બાદ યુવાનોના ટોળા વિસર્જન થઈ જતા લોકોમા હાશકારો અનુભવાયો હતો અને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો સાંજે ૬:૦૦ વાગે અમરેલી થી એસ.પી. શ્રી હિમકરશીહ પણ સાવરકુંડલા શહેર પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલિસે આરોપી ને જડપી લીધા હોવાનું જણાવ્યું હતું
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
