<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

કોઠારીયા રોડ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને

યુવરાજ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો સગીરાના પરિવારજનોની ભકિતનગર પોલીસમાં ફરીયાદ

રાજકોટ  તા. ૨૯: કોઠારીયા રોડ વિસ્‍તાર રોડ વિસ્‍તારમાં રહેતી  ૧૭ વર્ષની સગીરાને પુજારા પ્‍લોટ પાસેથી ફોસલાવી કોઠારીયા કોલોનીમાં રહેતો શખ્‍સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

 મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી તપાસ દરમ્‍યાન કોઠારીયા કોલોની અને ભગવતીપરામાં રહેતો યુવરાજ વાળા નામનો શખ્‍સ સગીરાને પુજારા પ્‍લોટ પાસેથી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોએ ભકિતનગર પોલીસમાં જાણ કરતા પોલીસે યુવરાજવાળા વિરૂધ્‍ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ. એમ.એમ. સરવૈયાએ તપાસ હાથધરી છે.

(4:00 PM IST)