News of Friday, 29th November 2024
વચગાળા જામીન પર છુટી ફરાર થયેલો જીગર ઉર્ફ જીગો પકડાયો
બળાત્કાર એટ્રોસીટીના ગુનામાં કાચા કામનો કેદી ;પેરોલ ફરલો સ્ક્વોડે મોરબી રોડ પરથી પકડી લીધો

રાજકોટ તા. ૨૯: કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધમકી, બળાત્કાર અને એટ્રોસીટીના ગુનામાં કાચા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રખાયેલો જીગર ઉર્ફ જીગો પરબતભાઇ ભાદરકા (ઉ.વ.૨૭-રહે. હાલ સદ્દગુરૂ પાર્ક બ્લોક નં. ૫૦, માંડા ડુંગર પાસે, મુળ વિજયનગર જામનગર, હાલ મોરબી)ને તે જેલમાંથી વચગાળાના જામીન પર છુટયા બાદ ફરી હાજર ન થઇ ફરાર થઇ ગયો હોઇ તેને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે મોરબી રોડ નવરત્ન સ્ટોન ક્રશર-ભરડીયા પાસેથી પકડી જેલહવાલે કરવા તજવીજ કરી હતી. પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરખાન ખફીફ, શામતભાઇ ગઢવી, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:46 PM IST)










