<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુધ્‍ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા )મોરબી તા. ૨૯: જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા રાષ્‍ટ્રનિર્માણમાં પ્રબુદ્ધજનોની ભૂમિકા વિષય પર એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ( Joint General Secretary) ડો કળષ્‍ણ ગોપાલજીએ ઉપસ્‍થિત રહી વિષયની પ્રસ્‍તાવના મુકી હતી. આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પヘુિમ ક્ષેત્રના સંઘચાલક ડો જયંતિભાઈ ભાડેસીઆ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

મોરબીમાંથી પસંદ કરેલા વિવિધ ઉધોગપતિઓ, ડોક્‍ટરો, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને શાળા કોલેજના સંચાલકો તથા પ્રાધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા હતા અને ઉત્‍સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો કળષ્‍ણ ગોપાલજીએ ઉપભોગતાવાદના સમયમાં આર્થિક ઉપાર્જનની સાથે સમાજ ઉપયોગી કે રાષ્‍ટ્ર ઉપયોગી કાર્યો કઈ રીતે કરવા, અહં નહીં વયંનો ભાવ તથા કુટુંબ પ્રબોધન, ભારતીય સંસ્‍કાર પરંપરા સહિતના મુદાઓ પર હ્રદયસ્‍પર્શી તેમજ રસપૂર્ણ શૈલીમાં સંવાદપ્રસ્‍થાપિત કર્યો હતો.

(10:43 AM IST)