News of Friday, 29th November 2024
ખિસ્સામાં ડીસ્પ્રીન રાખો : હૃદયરોગમાં ઉપયોગી થશે
દેશના ખ્યાતનામ કાર્ડીયોલોજીસ્ટ પદ્મભુષણ ડો. તેજસ પટેલની જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સાથે હૃદયરોગ સંબંધી અગત્યની વાતચીત

રાજકોટ, તા., ર૯: દેશના ખ્યાતનામ કાર્ડીયોલોજીસ્ટ પદ્મવિભુષણ ડો. તેજસ પટેલની હૃદયરોગ સંબંધી અતિ ઉપયોગી માહિતી તાજેતરમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સાથેની વાતચીતમાં બહાર આવી છે. マદયરોગના વધી રહેલા કિસ્સા વચ્ચે તાજેતરમાં આ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે, છાતીના વચ્ચેના ભાગ અથવા ડાબી તરફ ન જીરવી શકાય તેવો દુઃખાવો થાય ત્યારે マદય રોગનો હુમલો હોવાની શકયતા મોટી છે. આવા સંજોગોમાં તમારા ખિસ્સામાં જો સાદી ડીસ્પ્રીન હશે તો તેને પાણીના ગ્લાસમાં ઓગાળી પી જવાથી બચી જવાના ચાન્સ અનેક ગણા વધી જશે. તેઓએ જણાવ્યું હતું કે, સોર્બીટ્રેટ ટેબ્લેટના મોર્ટાલીટી (જીવ બચી શકવા જેવા) બેનીફીટ નથી. આ સંજોગોમાં સાદી ડિસ્પ્રીન પાણીમાં ઓગાળી પી જવાથી હાર્ટની નળીઓમાં જે કલોટીંગ થયું હોય તે લોહી પાતળુ થવાથી સરકી જશે અને કોઇ પણ દર્દીની જીવી જવાની શકયતા વધી જશે. ઉલ્લેખનીય છે કે, અન્ય મેડીકલ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હૃદયરોગનો હુમલો આવ્યાના સંજોગો જો ઇમરજન્સી ચિકિત્સા ગણી શકાય તો તે ડિસ્પ્રીન છે. હાર્ટ એટેકના સંજોગોમાં સરેરાશ દર્દીઓ ૩ કલાક સુધી હોસ્પીટલ જવાના બદલે પોતાની રીતે નુસખા કરતા હોય છે. આવા સંજોગોમાં તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયાની સંભાવનાઓ વધી જાય છે. માટે કોઇ પણ વ્યકિતએ હૃદયરોગના લક્ષણો દેખાય તો ડીસ્પ્રીન પી લેવી જોઇએ અને તુરંત હોસ્પીટલ ઉપર પહોંચી જવુ જોઇએ. જેને લઇને તેમના ઉપરની સારવાર સફળ થવાના સંજોગો ઉજળા બને છે.
(2:34 PM IST)










