News of Friday, 29th November 2024
ભ્રષ્ટાચારીઓ બન્યા ડીજીટલઃ ઓનલાઇન લાંચ લીધી બનાસકાંઠામાં તલાટીએ ડિજિટલ લાંચ લીધાનો આરોપ લાગ્યો છે. પૂર્વ સાંસદ પરબત પટેલના નજીકના હોવાનો રોફ જમાવનાર વાપી તલાટી નરેશ ચોધરી સામે કોન્ટ્રાકટરે લાંચ લીધાનો આરોપ લગાડયો છે. સાથે અધિકારી શબ્બીર મન્સુરી સાથે પણ લાંચનો આક્ષેપ કરાયો છે. તપાસના નામે ૧ લાખ નકકી કરી ભીનું સંકેલવાનો દાવો પણ કોન્ટ્રાકટરે કર્યો છે. જેમાં ૩પ હજાર તલાટીએ અને ૬પ હજાર નિરીક્ષણ અધિકારીએ લીધા હોવાનું જણાવાયું છે.

(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
