<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વાંકાનેરથી રાજકોટ જંગલેશ્વરમાં પહોંચાડવા રવાના થયેલુ ૨૦૦ કિલો ગોૈમાંસ પકડાયું

ગોૈરક્ષક કાર્યકરોએ બી-ડિવીઝન પોલીસની મદદથી જુના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન સામેથી ઇકો કાર સાથે વાંકાનેરના શાહરૂખ શાહમદારને પકડયોઃ મિત્રએ આ માંસ પહોંચાડવા કહ્યાનું રટણ

રાજકોટ તા. ૨૯: શહેરના ગોૈરક્ષક કાર્યકરોએ કુવાડવા રોડ જુના પોલીસ સ્‍ટેશન સામેના રોડ પર પોલીસની મદદથી વોચ રાખી ૨૦૦ કિલો ગોૈમાંસ ભરેલી ઇકો કાર સાથે વાંકાનેરના શખ્‍સને પકડી લઇ એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધી આ શખ્‍સની ધરપકડ કરી ગોૈમાંસ, કાર કબ્‍જે કર્યા છે. ઝડપાયેલા શખ્‍સે રટણ કર્યુ હતું કે વાંકાનેરથી મિત્રએ આ માંસ જંગલેશ્વરમાં શાદી પ્રસંગ હોઇ ત્‍યાં પહોંચાડવા આપ્‍યું હતું. પોલીસ આ માંસ મોકલનારને શોધવા આગળ તપાસ કરશે.

ગ્રીનલેન્‍ડ ચોકડીથી આગળ જુના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન સામેના હાઇવે પરથી ગોૈરક્ષકને મળેલી માહિતીને આધારે બી-ડિવીઝન પોલીસે વોચ રાખી વાંકાનેરના શખ્‍સને ઇકો કારમાં ૨૦૦ કિલો ગોમાંસ  ભરીને નીકળતાં પકડી લઇ એફએસએસનો રિપોર્ટ આવ્‍યા બાદ ગુનો નોંધ્‍યો છે. વાંકાનેર તરફથી ભરાયેલુ આ ગોૈમાંસ રાજકોટના જંગલેશ્વર તરફ લઇ જવાનું હોવાનું પકડાયેલા શખ્‍સે રટણ કર્યુ હતું.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસમાં હેડકોન્‍સ. હિતેષભાઇ જોરૂભા જોગડાની ફરિયાદ પરથી શાહરૂખ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.૨૧-રહે. વાંકાનેર કુ઼ભારપરા, મતવા મસ્‍જીદ પાસે ઇબ્રાહીમભાઇના મકાનમાં) તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૬ (બી) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી તેની ઇકો કાર જીજે૩૬એએલ-૩૦૫૨ રૂા. પાંચ લાખની અને રૂા. ૧૦ હજારનું ૨૦૦ કિલો ગોૈમાંસ કબ્‍જે કરાયા હતાં.

હેડકોન્‍સ. હિતેષભાઇ જોગડાએ જણાવ્‍યું છે કે ૨૭મીએ અમે ફરજ પર હતા઼ ત્‍યારે એએસઆઇ નીતીનદાન ગઢવીએ જણાવેલુ કે અરજદાર મયુરભાઇ મુકેશભાઇ દેસાઇ (રહે. માયાણીનગર-૫) કે જે ગોૈરક્ષક કાર્યકર છે તેઓ રૂબરૂ આવીને કહે છે કે કુવાડવા રોડ જુના પોલીસ સ્‍ટેશન નજીકથી ઇકો કાર નીકળવાની છે અને તેમાં ગોૈમાંસ છે. આથી વોચ રાખીને ઉભા રહેતાં જીજે૩૬એએલ-૩૦૫૨ નંબરની ઇકો નીકળી હતી. તેના ચાલકનું નામ પુછતાં શાહરૂખ શાહમદાર (રહે. વાંકાનેર) કહ્યું હતું. ઇકોની ડેકીમાં જોતાં માંસ હોઇ તે ગોૈમાંસ હોવાની શંકા હોઇ એફએસએલને બોલાવી કાર્યવાહી કરી હતી.

એફએસએલનો રિપોર્ટ આવતાં આ જથ્‍થો ગોૈમાંસ હોવાનું સ્‍પષ્‍ટ થતાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. કાર્યકરોમાં મયુરભાઇ દેસાઇ સાથે મયુર પટેલ, ભાવીનભાઇ ઘીયાડ, વિશાલભાઇ રાતડીયા, જયેશભાઇ નિમાવત, દીપકભાઇ રાજગોર, શીવાજીભાઇ રાજગોર, કિશનભાઇ ઠાકોર, ભુરાલાલ સોલંકી, મિલન સોલંકી, ગોૈતમ આહિર, જયદીપ પટેલ,  અભિષેક આશરા, લાલા રામાવત, મિત ગોસ્‍વામી, વિશાલ ભરવાડ, ઋત્‍વીક ગોંડલીયા, મિલન રબારી, મયુર વાલાણી, છગન જોગરાણા સહિતના સામેલ હતા. જ્‍યારે હેડકોન્‍સ. હિતેષભાઇ જોગડા સાથે કોન્‍સ. વિજયભાઇ સિંધવ, હોમગાર્ડ રવિભાઇ પાનસુરીયા સહિતે કામગીરી કરી હતી.

ઇકો કારની ડેકીમાં ઢોરના પગ, અલગઅલ માંસના ટુકડા મળી આવ્‍યા હતાં. જેનું વજન બસ્‍સો કિલો જેવુ થયું હતુ. એફએસએલમાં મોકલાયેલા સેમ્‍પલ મુજબ આ બસ્‍સો કિલો માંસ ગોૈવંશનું હોવાનું સ્‍પષ્‍ટ થયું હતું. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં આરોપી શાહરૂખની વિશેષ પુછતાછ થતાં તેણે એવુ રટણ કયુૃ હતું કે મને વાંકાનેરથી મારા મિત્રએ કહેલુ કે મારી ગાડી ખરાબ થઇ ગઇ છે, આ માંસ રાજકોટ જંગલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં પહોંચાડવાનું છે, જેથી હું માંસ મારી ગાડીમાં લાવ્‍યો હતો. પોલીસે કબ્‍જે કરેલા માંસને કાર્યવાહી બાદ મનપાના જે તે વિભાગને સોંપવા તજવીજ કરી હતી.

(2:03 PM IST)