News of Friday, 29th November 2024
રવિવારે રાજકોટમાં દેના બેંક (BOB)નાં નિવૃત કર્મચારી મંડળનું દ્વિ-વાર્ષિક અધિવેશન : રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે
રાજકોટ-જામનગર-જુનાગઢ-ભુજ-ગાંધીધામ-ગોંડલ-મોરબી વગેરેમાંથી બેંકના નિવૃતો મોટી સંખ્યામાં આવશેઃ બેંગ્લોર-મુંબઇ-અમદાવાદ વગેરે શહેરોમાંથી વકતાઓ માર્ગદર્શન આપશે : પેન્શન અપડેશન અંગે ચર્ચા : ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના આસી.સેક્રેટરી જતિનભાઇ ધોળકીયા વકતવ્ય આપશે

રાજકોટ, તા.૨૯: દેશમાં ફરજ પરના બેંક કામદારોનાં હીતો અને સુરક્ષા માટે વિવિધ યુનિયનો કાર્યરત છે પરંતુ બેંકોના નિવૃત કર્મચારીઓના સંગઠનો પણ વિવિધ રાજયોમાં મજબુતીથી કાર્યરત છે આ યુનિયનો સામાજીક સુરક્ષા અને બીજા હક્કો પરત્વે વિવિધ સ્તરે લડત ચલાવતા હોય છે. આ લોકોના યુનિયનોમાં મોટી સંખ્યામાં સભ્યપદ હોય છે અને તેઓ વિવિધ સ્તરે રજુઆતોનો મારો ચલાવતા હોય છે. રાજકોટમાં દેના બેંકના નિવૃત કર્મચારીઓ (હવે બરોડા બેંક)નું પણ એક સંગઠન ચાલે છે. જેમાં બહોળું સભ્યપદ છે અને ગામેગામ તેના સભ્યો છે. સંગઠન અધિકારોની લડતની સાથોસાથ સામાજીક પ્રવૃતિઓ પણ ચલાવતુ હોય છે. રાજકોટમાં રવિવારે દેના બેંકના નિવૃતોનું એક અધિવેશન એન્જી.એસો.ના હોલમાં યોજાઇ રહયુ છે જે માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
દેના બેન્ક (બરોડા બેંક) નિવળત્ત કર્મચારી મંડળ રાજકોટ અને ભુજ ના સભ્યોનું દ્વિ-વાર્ષિક અધિવેશન રાજકોટમાં તારીખ ૧-૧૨-૨૪, રવિવારના રોજ યોજાયેલ છે આ અધિવેશનમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, ભુજ, ગાંધીધામ, આદિપુર, ગોંડલ, મોરબીના ૨૫૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનમાં ઓલ ઇન્ડિયા દેના બેન્ક નિવળત્ત કર્મચારી મંડળના મહા સચિવ શ્રી મધુકર બિરારી, માજી મહાસચિવ શ્રી કિશોરભાઈ ગુજરાતી મુંબઈથી ઉપસ્થિત રહેશે. ઙ્કમુખશ્રી રસિકભાઈ આચાર્ય અમદાવાદ થી ઉપસ્થિત રહેશે. બરોડા બેંકના જનરલ મેનેજર શ્રી મોહંનતી ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનનું ખાસ આકર્ષણ AIBEA ના આસિસ્ટન્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વકર્સ યુનિયનના પણ આસિસ્ટન્ટ સેક્રેટરી જતીનભાઈ ધોળકિયા તેમજ ઓલ ઇન્ડિયા વિજયા બેન્ક નિવળત્ત કર્મચારી મંડળ ના મહાસચિવ અને પ્રખર વક્તા શ્રી કે વિશ્વનાથ નાયક બેંગ્લોરથી ઉપસ્થિત રહેશે.
દરેક ક્ષેત્રના નિવળત કર્મચારીઓના પેન્શન પે કમિશન ની ભલામણ મુજબ પેન્શનમાં વધારો થાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ પેન્શનમાં વધારો આપવામાં આવે છે. લોકસભા અને ધારાસભાના નિવળત્ત સભ્યોને મળતા પેન્શનમાં વધારો આપવામાં આવે છે.
પરંતુ ફક્ત રાષ્ટ્રીયકળત બેંકોના પેન્શનરોને પેન્શન અપડેટ કરી આપવામાં આવતું નથી. ડોક્ટરી સારવારની યોજના પણ દરેક ક્ષેત્રમાં છે પરંતુ રાષ્ટ્રીયકળત બેંકોમાં આવી કોઈ સવલત આપવામાં આવતી નથી. ઓલ ઇન્ડિયા બેન્ક રીટાયરીઝ ફેડરેશન ના આદેશ મુજબ ભારતના જુદા જુદા મોટા શહેરોમાં પેન્શનમાં સુધારો કરવા દેખાવો યોજવામાં આવી રહ્યા છે. બેંકોના નિવળત્ત કર્મચારીઓના રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર શ્રી વિશ્વનાથ નાયક લેટેસ્ટ પરિસ્થિતિ ઉપર વક્તવ્ય આપશે. રાજકોટ શહેરના અન્ય બેંકના આમંત્રિત નિવળત્ત કર્મચારીઓના લીડરો ઉપસ્થિત રહેશે. એમ દેના બેન્ક નિવળત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી વિ સી સોલંકીની યાદી જણાવે છે. આ અધિવેશન એન્જિનિયરીંગ એસોસિએશનના હોલમાં યોજાયેલ છે.
(11:01 AM IST)










