News of Saturday, 14th November 2026
દિલજિત દોસાંજની કોન્સર્ટમાં દારૂ-ડ્રગ્સનાં ગીતો ગાવા પર પ્રતિબંધ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાનારી કોન્સર્ટ માટે બાળ સુરક્ષા વિભાગની ગાઇડલાઇનઃ બાળકોને સ્ટેજ પર પણ નહીં બોલાવી શકેનશાનાં ગીતો નહીં, સ્ટેજ પર બાળકોને એન્ટ્રી નહીં, બંદૂકની સંસ્કૃતિ દર્શાવતાં બેલ્ટ પણ નહીં

ચંડીગઢ,તા.૧૪: પંજાબી સિગર દિલજિત દોસાંજના અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં જ તેમના કાર્યક્રમને લઈને બાળ સુરક્ષા વિભાગે કેટલીક શરતો મૂકી છે. ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં દિલજિત દારૂ અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતાં ગીતો ગાઈ શકશે નહીં. એટલું જ નહીં, તેઓ બાળકોને સ્ટેજ પર પણ બોલાવી શકશે નહીં. કોન્સર્ટ દરમિયાન બુલેટ કે કારતૂસની પટ્ટી (બેન્ડોલિયર) પહેરવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નકશાજુઓ
દિલજિત દોસાંજ તેમના ‘ઓરા ઇન્ડિયા ટૂર' ના ભાગરૂપે અમદાવાદમાં ૨૧ નવેમ્બરે પરફોર્મ કરવાના છે. આ કાર્યક્રમને લઈને અમદાવાદના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તન્વિકા પરમારે શહેરના પોલીસ કમિશનર અનુપમસિહ ગહલોતને પત્ર લખીને ગાયકને ચોક્કસ ગીતો ગાતા રોકવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
આ પત્રમાં દિલજિતને ‘પટિયાલા પેગ', ‘૫ રારા ઠેકે', ‘જેબ વિચો ફીમ લભી આ' અને ‘જટ્ટ ફાયર કરદા' ગીતો ન ગાવા દેવાની માગ કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ગીતોમાં દારૂનું સેવન, નશીલા પદાર્થો, હથિયારો અને હિસાની વાત કરવામાં આવે છે. આ ઉપરાંત, અમદાવાદના કાર્યક્રમના પ્રમોશનલ મટિરિયલમાં દર્શાવ્યા પ્રમાણે છાતી પર બુલેટ કે કારતૂસની પટ્ટી પહેરવા સામે પણ વાંધો વ્યક્ત કરાયો છે.
ચંડીગઢના પ્રોફેસર પુંડીતરાવ ધરેનોવર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન, મધ્યપ્રદેશના ઇન્દોરમાં ૧૫ નવેમ્બરે યોજાનારા દિલજિતના કોન્સર્ટ માટે પણ ત્યાંના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓએ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આવી જ મર્યાદાઓ મૂકી છે.
અમદાવાદના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તન્વિકા પરમારે જણાવ્યું હતું કે અમે પોલીસને વિનંતી કરી છે કે અમદાવાદના કોન્સર્ટ દરમિયાન દિલજિત દોસાંજને આ ગીતો ગાવા દેવામાં ન આવે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘નશા મુક્ત ભારત અભિયાન' સક્રિય રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ પ્રકારનાં ગીતોને મંજૂરી આપી શકાય નહીં. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવાં ગીતો બાળકો પર ખરાબ અસર કરી શકે છે. ૬ નવેમ્બરે જારી કરાયેલી નોટિસમાં દિલજિતને બાળકોને સ્ટેજ પર ન બોલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ઊંચા અવાજ અને અચાનક બદલાતી ફલેશ લાઇટને કારણે બાળકોની આંખો અને કાનને નુકસાન થઈ શકે છે.
નોટિસમાં જણાવાયું છે કે લાઇવ કાર્યક્રમ દરમિયાન સાઉન્ડનું સ્તર ૧૨૦ ડેસિબલ (૧૨૦ dB)થી પણ વધુ હોય છે. આ ઉપરાંત સ્ટેજ પર ઝડપથી બદલાતી રોશની, ફલેશ લાઇટ અને સ્પોટ અથવા બીમ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી બાળકોને સ્ટેજ પર બોલાવવા યોગ્ય નથી.
નોટિસમાં બુલેટ બેલ્ટ પહેરવા સામે પણ વાંધો દર્શાવવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન છાતી પર કારતૂસ કે બુલેટની પટ્ટી (બેન્ડોલિયર) પહેરવી અથવા ધાતુનાં કારતૂસ જેવાં દેખાતાં નકલી કારતૂસનો ઉપયોગ કરવો હિસક પ્રવૃત્તિઓ અને બંદૂકની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તેની ખાસ કરીને બાળકો પર નકારાત્મક અસર થઈ શકે છે.
આ નોટિસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ૨૨ જુલાઈ, ૨૦૧૯ના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે તે સમયે નોંધ્યું હતું કે નશાને પ્રોત્સાહન આપતાં અને હિસા દર્શાવતાં ગીતો કુમળી વયનાં બાળકોના માનસ પર નકારાત્મક અસર કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે આવાં ગીતો પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો આપ્યા હતા.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
