<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુંબઈથી કંડલા આવતી ફ્‌લાઈટમાં બોમ્‍બ હોવાની ધમકી મળતાં પોલીસ થઈ એલર્ટ મુંબઈથી બપોરે ૧/૪૫ વાગ્‍યે કંડલા આવતી ફ્‌લાઈટમાં બોમ્‍બ હોવાની ધમકીએ ચિંતા સાથે સુરક્ષા એજન્‍સીઓની દોડધામ સર્જી : દેશમાં અન્‍ય રૂટની કેટલીક ફ્‌લાઈટમાં બોમ્‍બ હોવાની મળેલી ધમકી વચ્‍ચે મુંબઈથી બપોરે ૧/૪૫ વાગ્‍યે કંડલા આવતી ફ્‌લાઈટમાં બોમ્‍બ હોવાની ધમકીએ ચિંતા સાથે સુરક્ષા એજન્‍સીઓની દોડધામ સર્જી હતી. આ અંગે કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરાતાં પૂર્વ કચ્‍છ પોલીસનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. ઘણાં દિવસોથી દેશભરની ફ્‌લાઈટ્‍સમાં બોમ્‍બની ધમકીના સંદેશા મળી રહ્યાં છે. જેના પગલે હવાઇ મુસાફરી કરતા પ્રવાસીઓએ ચિંતા સર્જી છે તો ઉડ્ડયન ઇન્‍ડસ્‍ટ્રીઝ માટે માથાનો દુખાવો બન્‍યો છે4:34 PM IST

ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને ભુપેન્દ્રભાઈની મંજૂરી : રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા : 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા : જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું : વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે : વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે9:22 AM IST

રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા : ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી:જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું:10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવાયા :વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે:વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે:નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે1:05 PM IST