તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 24th October 2024
પારાદીપથી ઇરાસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો ; દિઘા બીચને ખાલી કરાવાયો : દરિયાકિનારા પર કલમ 144 લાગુ
પશ્ચિમ બંગાળના નવ જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી તમામ શાળાઓ બંધ

કોલકતા : ચક્રવાત 'દાના' ગમે ત્યારે ઓડિશાના કિનારે ટકરાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ભીતરકણિકા અને ધામરા વચ્ચે લેન્ડફોલ કરશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 100-120 કિમી પ્રતિ કલાકની રહેશે
. જગતસિંહપુર જિલ્લામાં પણ તેનો પ્રકોપ જોવા મળશે. કેન્દ્રપાડા રાજગનાર સહિત પારદીપ અને ચંદ્રભાગા, પુરી સમુદ્રની વચ્ચે દરિયો ઉબડખાબડ બની ગયો છે. આવી સ્થિતિમાં, સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે, આ ઉપરાંત, પારાદીપથી ઇરાસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
બંગાળના દિઘાનો બીચ ખાલી કરાવવામાં આવ્યો છે. ત્યાં આવનારા પ્રવાસીઓને હોટલમાંથી બહાર ન નીકળવા માટે કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના નવ જિલ્લાઓ - ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, કોલકાતા, હાવડા, હુગલી, બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર અને ઝારગ્રામની તમામ શાળાઓ 23 થી 26 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
