News of Friday, 25th October 2024
સરકારી કર્મચારીઓની ફરજ મોકૂફીની સમીક્ષા સમય મર્યાદામાં કરવા સૂચના
અન્ય હુકમ કરવામાં ન આવે તો ૯૦ દિવસમાં ફરજ મોકૂફીનો અંત

રાજકોટ તા. રપ :.. રાજય સરકારે સસ્પેન્ડ સરકારી અધિકારી - કર્મચારીઓની ફરજ મોકૂફીની સમીક્ષા સમય મર્યાદામાં કરવા દરેક વિભાગ જોગ સુચના આપી છે. સામાન્ય વહીવટ વિભાગના સંયુકત સચિવ શબાના કુરેશીની સહીથી ગઇકાલે આ અંગે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, ફરજમોકૂફી હેઠળ મૂકેલ હોય તેવા સરકારી કર્મચારીના ફરજમોકૂફીના હુકમના ૯૦(નેવું) દિવસમાં સમીક્ષા કરી સક્ષમ સત્તાધિકારી દ્વારા ફરજમોકૂફી રદ્દ કરતા કે લંબાવતા હુકમ કરવામાં ન આવે કે આવી ફરજમોકૂફીની સમીક્ષા બાદ લંબાવેલ સમયગાળો પૂર્ણ થતા પહેલાં સમીક્ષા હાથ ધરી ફરજમોકૂફી રદ્દ કરતા કે લંબાવતા હુકમ કરવામાં ન આવે તો ૯૦ દિવસ પૂર્ણ થયેથી કે લંબાવેલ સમયગાળો પૂર્ણ થયેથી કરજમોકૂફીનો અંત આવે છે અને ઉક્ત સમયગાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવેલ ફરજમોકૂફીની સમીક્ષા બાદનો કરજમોકૂફીનો હુકમ યથાર્થ રહેતો નથી.
સરકારી કર્મચારીને ફરજમોકૂફી હેઠળ મૂકયો હોવાનું ગણવામાં આવેલ હોય એટલે કે માની લેવાયેલ ફરજમોકૂફી (ડીમ્ડ સસ્પેન્શન) હેઠળ હોય ત્યારે ફરજમોકૂફીના નેવું દિવસ પૂરા થયે, સરકારી કર્મચારી ફરજમોકૂફી હેઠળ ચાલુ રહે તો. પેટા-નિયમ-૫(૨) હેઠળ ગણવામાં આવેલ ફરજમોકૂફીના કિસ્સામાં, ફરજમોકૂફીની આવી સમીક્ષા જરૂરી રહેશે નહિ અને આવા કિસ્સામાં નેવું દિવસની મુદત, કસ્ટડીમાં અટકાયતમાં રાખેલા સરકારી કર્મચારીને અટકાયતમાંથી મુકત કરવામાં આવ્યો હોય તે તારીખ અથવા તેને અટકાયતમાંથી મુકત કરવામાં આવ્યો હોવાની હકીકતની તેના નિમણૂક સત્તાધિકારીને જાણ કરવામાં આવી હોય તે તારીખ. એ બન્નેમાંથી જે મોડુ હોય.ત્યારથી ગણવામાં આવશે. વિભાગો અને તેમના નિયંત્રણ હેઠળના શિસ્ત અધિકારીઓ દ્વારા ફરજમોકૂફીની સમીક્ષા અંગે સદરહુ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે. (પ-૧૪)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
