તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
૧૨ લાખની ઓનલાઇન ચીટીંગમાં કચ્છમાં રાજકોટ, કેશોદ, અમદાવાદના યુવાનો ઝડપાયા
ભુજના દવાના વ્યાપારી સાથે ટેલીગ્રામ એપ દ્વારા ટાસ્ક પુરો કરવાના નામે રૂા. ૧૨ લાખની ચીટીંગ કરી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫: ૧૨ લાખની ઓન લાઈન ચીટીંગમાં રાજકોટ, કેશોદ, અમદાવાદના યુવાનો ઝડપાયા છે.
ભુજના દવાના વ્યાપારી સાથે ટેલીગ્રામ એપ દ્વારા ટાસ્ક પૂરો કરવાના નામે રૂ.૧૨ લાખની ચીટીંગ કરનાર ત્રણ યુવાનો (૧) કેવલ કાંતીલાલ દેલવાડીયા ઉ.વ.૨૮ રહે. ડી/૨૦૪, રાધેક્રિષ્ન ફ્લેટ, નરોડા
અમદાવાદ. (૨) શ્યામકુમાર મનસુખ ખાંટ ઉ.વ.૨૭ રહે. ઇસ્કોન એમબીટી ઉપવન એફ-૪૦૧, રાજકોટ (૩) દીવ્યેસ ફુલભાઇ ખૂંટ ઉ.વ. ૨૬, અમળતનગર, અલ્ટ્રા સ્કૂલ, કેશોદ ઝડપાયા છે.
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમના પીઆઈ કે.એમ. રાઠોડ અને સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
