તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 25th October 2024
૯૨ વર્ષનો ડોસો ભાન ભુલી ગયોઃ ૪ વર્ષની બાળાને પાસે બેસાડી બિભત્સ અડપલા કર્યા
પ્ર.નગર પોલીસે નવલશંકર દેસાઇ વિરૂધ્ધ પોક્સો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: શહેરમાં અવાર-નવાર વિકૃતી અને હવસખોરીના બનાવો બને છે. વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે. જેમાં રેલનગર વિસ્તારમાં રહેતાં ૯૨ વર્ષના ડોસા વિરૂધ્ધ ચાર વર્ષની બાળાને અડપલા કરી જાતીય સતામણી કર્યાના આરોપ સાથે ગુનો દાખલ થતાં ચકચાર જાગી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી વૃધ્ધની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર આ મામલે પ્ર.નગર પોલીસે ભોગ બનનાર ત્રણ વર્ષઅગિયાર માસ તેર દિવસની વય ધરાવતી બાળાના વાલીની ફરિયાદ પરથી નવલશંકર કલ્યાણજીભાઇ દેસાઇ (ઉ.વ.૯૨-રહે. સનરાઇઝ રેસીડેન્સી, ગેઇટ નં. ૧, સાધુ વાસવાણી કુંજ રોડ) વિરૂધ્ધ બીએનએસની કલમ ૭૫ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
સાંજના પાંચેક વાગ્યા આસપાસ ફરિયાદીની ચાર વર્ષની દિકરીને વૃધ્ધ નવલશંકરે તેણી રમી રહી હતી ત્યારે પોતાની પાસે બોલાવી બેસાડી ગુપ્ત ભાગે હાથ ફેરવી અડપલા કરી લીધા હતાં. તે વખતે અન્ય રહેવાસીઓ જોઇ જતાં દેકારો મચી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ બી. એમ. ઝણકાત સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ બનાવે રેલનગર વિસ્તાર અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. (૧૪.૮)
(2:35 PM IST)










