તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં લોહીની તપાસ માટે એનેલાઇઝરની લોકાર્પણ વિધિ
૩ર વર્ષથી કાર્યરત સંસ્થામાં અત્યાધુનિક સાધનો મુકવામાં આવે છે, દરરોજ પ૦૦ દર્દીઓ સેવાનો લાભ લ્યે છે

રાજકોટ : આર. બી. કોઠારી નિદાન કેન્દ્રમાં સર્વ પ્રથમ લોહીની તપાસ માટેનું લેબોરેટરી વિભાગમાં સિમેન્સ કંપનીનું એટેલીકા સી. આઈ. એનેલાઇઝરની લોકાર્પણ વીધી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સીમેન્સ કંપની ઇન્ડીયા ઝોનના મુખ્ય અધિકારી રણબીર સિન્હા તેમજ મસ્તકના દાતા અનિલભાઇ શાહ કલીનીકલ લેબોરેટરના દાતા જયાબેન નાગરદાસ મનજી શાહ (ઓમાન) તથા પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવેલ. સંસ્થાનો અહેવાલ ટ્રસ્ટીઓ રમણીકભાઈ જસાણી તથા નિરંજનભાઇ દોશીએ આપેલ. તેમાં વિગતથી જણાવેલ કે ૧૯૯૨ માં ૫૦ દર્દીથી શરૂ થયેલ અને આજે ૨૦૨૪ માં દરરોજ આશરે ૫૦૦ દર્દીઓ લાભ લઈ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે. રાજકોટમાંથી સરલાબેન હરકીશન કામદાર હ. તેમના પુત્રો નરેશભાઇ, જયેશભાઇ, તથા ભાવેશભાઇ, ડો. ચંદ્રાબેન, ડો. મહેન્દ્રભાઇ વારીયા, જે. વી. શેઠીયા અને લક્ષ્મીબેન જે. શેઠીયા ના અનુદાનથી અન્ય વિભાગો શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું વૈયાવચ્ચ માટે ફંડ જુદુ રાખેલ છે. તેમાંથી પૈસા ન રાખે તે સાધુઓને ફ્રી સેવા આપવામાં આવે છે અને વળધ્ધાશ્રમ અંધાશ્રમ, બાલાશ્રમ જેવી સંસ્થાના દર્દીઓને ફ્રી સેવા આપવામાં આવે છે. યુવા સંસ્થા દ્વારા સોનોગ્રાફી, એકસ-રે, બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન, ઓપીજી, સીબીસીટી, બી એમ.ડી. વિગેરેમાં રાહત આપવામાં આવે છે. અને હંમેશા સંસ્થા નવી ટેકનોલોજી સાથે દર ત્રણ-ચાર વર્ષે જુનું મશીન બદલીને નવું મશીન વસાવતા હોવાનું જણાવાયૂં છે. આ સંસ્થાને ૩૨ વર્ષ થયા અને દર વર્ષે નવા સાધનો લેવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ પોતાના ઉદબોધનમાં રાજકોટની પ્રજાને ખુબજ ઉપયોગી અને રાહત મળતી આ સંસ્થા કામ કરી રહી છે તેમાં ટ્રસ્ટીઓ તથા ડોકટર્સ તથા સ્ટાફ મેમ્બર્સની મહેનત ને બિરદાવેલ હતી. આ સંસ્થામાં અગીયાર ડોક્ટર્સ કુલટાઇમ સેવા આપે છે. ટેકનિકલ અને અન્ય ૭૦ જેટલા સ્ટાફ કામ કરતા હોવાનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકલાલ જસાણીએ અંતમાં જણાવ્યું હતું. વધુ વિગતો માટે મો. ૭પ૭૪૦ ૩૧૩૧પ/ ૭પ૭૪૦ ૩૧૩૧૬ ઉપર સંપર્ક કરી શકાય છે.
(2:31 PM IST)










