<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં વિપુલભાઇ મસુરીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રપ :.. વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ મસુરીયા (ઉંમર વર્ષ ૨૮) નામના યુવાને  પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની  આપઘાતના કારણ  અંગે વધુ વાંકાનેર સીટી પોલીસે અકસ્‍માત મળત્‍યુ નોંધ કરી, આપઘાતના કારણ અંગે વધુ તપાસ એ.એસ.આઇ.  નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

(12:26 PM IST)