<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ડોસલીધુનાના ૭૦ વર્ષના જસુબેન બાઇક પાછળથી પડી જતાં મોત

રાજકોટ તા. ૨૫: ચોટીલાના ડોસલીધુના ગામે રહેતાં વૃધ્‍ધા બાઇક પાછળ બેઠા હોઇ પડી જતાં ઇજા થવાથી મૃત્‍યુ થયું હતું. જાણવા મળ્‍યા મુજબ ડોસલીધુના ગામે રહેતાં જેહુબેન (જસુબેન) પીઠાભાઇ બથવાર (ઉ.વ.૭૦) સાંજે પાંચેક વાગ્‍યે સુનિલભાઇના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્‍યારે ઝીંઝુડા નજીક સરકારી શાળા પાસે પહોંચતા બેલેન્‍સ ગુમાવતાં પાછળથી પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(10:50 AM IST)