તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ટીમ ઇન્ડિયાનો ફરી ફિયાસ્કો : માત્ર ૧પ૬ રનમાં જ ફીંડલુ : સેન્ટનરે ૭ વિકેટ ઝડપી : બીજા દાવમાં
ન્યુઝીલેન્ડ ૯૬/૩ : ૧૯૯ રનની લીડ

પુણે ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટરોએ ફરી નિરાશ કર્યા છે આખી ટીમ ૪પ.૩ ઓવરમાં ૧પ૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જયસ્વાલ ૩૦ અને જાડેજાના ૩૮ સિવાયના બેટરો ફેઇલ ગયા હતા. મિચેલ સેન્ટનરે પ૩ રનમાં ૭ વિકેટ લીધી હતી. આ લખાય છે ત્યારે ન્યુઝીલેન્ડ બીજા દાવમાં ર૩ ઓવરમાં ૩ વિકેટ ૯૬ રન બનાવ્યા છે અને ૧૯૯ રનની મહત્વની લીડ મેળવી લીધી છે. કોન્વે ૧૭, યંગ ર૩ અને રચીન રવિન્દ્ર ૯ રન બનાવી આઉટ થયા છે લાથમ ૪૩ અને મિચેલ ૬ રને દાવમાં છે સુંદરે-બે અને અશ્વિને ૧ વિકેટ લીધી છે. ટીમ ઇન્ડિયાએ કમબેક કરવું પડશે નહિં તો મેચની સાથોસાથ સિરીઝ હારવાનો પણ ભય તોળાઇ રહ્યો છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
