News of Friday, 25th October 2024
નહિ સુધરે પન્નુ : ગૃહમંત્રી પર ઇનામ : CRPF શાળાના બહિષ્કારનું એલાન
નિજજરની હત્યાનું ષડયંત્ર રચવા માટે ગૃહમંત્રી જવાબદાર હોવાનાં લવારા : શાહની વિદેશ યાત્રા અંગે ગુપ્ત માહિતિ આપનારને ૧ મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી : સુવર્ણ મંદિર હુમલા અને ૧૯૮૪ના શિખ રમખાણો માટે CRPF જવાબદાર હોવાની કાગારોળ

નવી દિલ્હી, તા.૨૫: ખાલિસ્તાની આતંકવાદી ગુરગુપંતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકી ઉચ્ચારી છે છે. પન્નુએ આ વખતે ઘ્ય્ભ્જ્ શાળાઓ બંધનું એલાન આપ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગળહમંત્રી શાહની વિદેશ યાત્રા અંગે ગુપ્ત માહિતી આપનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે શાહ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સર્વેસર્વા છે. પન્નુનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે દિલ્હીના રોહિણી સ્થિત સ્કૂલમાં થયેલા વિસ્ફોટની જવાબદારી લીધી છે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કહ્યું છે કે કેન્દ્રીય ગળહમંત્રી સીઆરપીએફના વડા છે. તે હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે લોકોને હાયર કરવા અને ન્યૂયોર્કમાં તેની હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર છે. પન્નુએ ધમકી આપી છે કે જે પણ અમિત શાહના વિદેશ પ્રવાસ અંગે બાતમી આપશે તેને ૧૦ લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. આ સિવાય પન્નુએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘ્ય્ભ્જ્ શાળાઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેનું કહેવું છે કે અમળતસરના સુવર્ણ મંદિર પર થયેલા હુમલા માટે CRPF જવાબદાર છે. તેનું કહેવું છે કે ૧૯૮૪માં થયેલા શીખ રમખાણો માટે પણ CRPF જવાબદાર છે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ દાવો કર્યો છે કે પંજાબના ટોચના અધિકારી કેપીએલ ગિલ અને પૂર્વ RAW અધિકારી વિકાસ યાદવ ઘણા રમખાણો માટે જવાબદાર છે. જેમાં પંજાબ અને વિદેશમાં શીખોની હત્યાની ઘટનાઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે કેપીએસ ગિલનું ૨૦૧૭માં નિધન થયું હતું. નોંધનીય છે કે ખાલિસ્તાની પન્નુ અવારનવાર ભારતને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં તેણે લોકોને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવાનું કહ્યું હતું. આ સિવાય તે અગાઉ પણ આવી જ ધમકીઓ આપી ચૂકયો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત સરકારના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ પર ગયા વર્ષે અમેરિકન ધરતી પર પન્નુની હત્યાના કથિત નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આરોપોની તપાસ માટે એક ઉચ્ચ તકનીકી સમિતિની રચના કરી છે. તે જ સમયે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં સંભવતઃ ભારતીય એજન્ટો સામેલ છે. તેમના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ આવી ગયો હતો. જો કે ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
