તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રેલ્વે સ્ટેશનના ગેઇટ પાસે બીમારીના કારણે અજાણ્યા વૃધ્ધનું મોત
પ્ર.નગર પોલીસે વૃધ્ધના વાલી વારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. રપ :.. શહેરના રેલ્વે સ્ટેશનના મેઇન ગેઇટ પાસે બીમારીના કારણે અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ રેલ્વે સ્ટેશનના મેઇન ગેઇટ પાસે બીઆરટીએસના બસ સ્ટોપ પાસે આશરે ૬૦ વર્ષનો અજાણ્યો વૃધ્ધ બેભાન હાલતમાં પડેલ હોઇ. કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ ડી. પી. ગોહેલ સહિતે સ્થળ પર પહોંચી વૃધ્ધના મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃતક વૃધ્ધે કાળી લાઇનીંગ વાળો સફેદ શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ વૃધ્ધના વાલી વારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(12:08 PM IST)










