<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

મોરબીના ઘુટુ ગામના તલાટી મંત્રી સહિત બે ૫૦ હજારની લાંચમાં અને દ્વારકા પંથકનાં તાલુકા પંચાયત હસ્તકના આસી. વર્ક મેનેજર ૩૫૦૦ની લાંચમાં ઝડપાયા

સરકારી યોજના બદનામ થાય તે રીતે સામાન્ય લોકો પાસે લાંચની રકમ માંગવા સામે acb વડા શમશેરસિંઘનું અભિયાન સૌરાષ્ટ્ તરફ ફંટાયું : બોર્ડર અને રાજકોટ એકમનો હવાલો ધરાવતા મદદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલ ટીમને ગણત્રીના કલાકોમાં વધુ બે મોટી સફળતા

રાજકોટ તા.૨૫ : રાજકોટ તા. રાજ્ય સરકાર દ્વારા  સામાન્ય લોકો માટેની યોજનામાં પણ લાંચ માગી સરકારી યોજનાઓ અંગે લોકોમાં ખોટા સંદેશા જતા હોવાની વિગતો રાજ્ય ભરમાં પોતાના વિશ્વાસુ સંપર્ક સૂત્ર દ્વારા જાણવા મળતા આ કામગીરી માટે કાર્યદક્ષ અઘિકારીઓને વિશેષ જવાબદારી સુપ્રત કરવા અંતર્ગત  બોર્ડર સહિત ઉતર સૌરાષ્ટ્રના ચોક્ક્સ જીલાઓનો હવાલો સંભાળતા મદદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલને જવાબદારી સુપ્રત કરવાનો acb વડા શમશેરસિંઘનો નિર્ણય વધુ એક વખત સાર્થક નીવડ્યો છે.

       દ્વારકા તાલુકા પંચાયતના કરાર આધારિત મેનેજર મિહિરભાઈ બારોટને ૩૫૦૦નો લાંચ લેતા પીઆઇ એસ.સી. શર્માએ કૃષ્ણકુમારસિહ ગોહિલના સુપરવિઝન હેઠળ ઝડપી લીધા છે.

      આજ રીતે મોરબીના ઘટુ ગામના તલાટી મંત્રી વિમલભાઈ ચંદ્રોલા અને દેવજીભાઈ પરેચાને ૫૦ હજારની લાંચ લેતા  મોરબી પીઆઇ એમ.એમ. લાલીવાલ દ્વારા મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલના સુપરવિઝન હેઠળ ઝડપી લીધા છે.

(4:21 PM IST)