<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સોમનાથ મંદિરની આસપાસની જમીન હાલ સરકાર પાસે રહેશેઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે યથાસ્‍થિતિ જાળવવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો ગુજરાતના સોમનાથ મંદિર પાસેની ઓલિયા-એ-દીન મસ્‍જિદ અને કબ્રસ્‍તાનની વિવાદિત જમીન હાલના સમય માટે ગુજરાત સરકારના કબજામાં રહે તે અંગે સુપ્રીમ કોર્ટે સંમતિ આપી

નવી દિલ્‍હી, તા. રપ : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્‍લિમ પક્ષને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ગીર સોમનાથમાં મુસ્‍લિમ ધર્મસ્‍થાનો અને અન્‍ય બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવા અંગે કોર્ટે યથાસ્‍થિતિ જાળવવાનો આદેશ આપવાનો ઇન્‍કાર કર્યો હતો.

ગુજરાતના સોમનાથ મંદિર પાસે આવેલી ઔલિયા-એ-દિન મસ્‍જિદ અને કબ્રસ્‍તાનની વિવાદિત જમીન હાલના સમય માટે ગુજરાત સરકારના કબજામાં રહે તે અંગે સુપ્રીમ કોર્ટે સંમતિ આપી છે. ઓલિયા-એ-દીન કમિટીની વિવાદિત જમીન પર બુલડોઝરની કાર્યવાહી કરીને તોડી પાડવાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી.

ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્‍ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્‍ટિસ કેવી વિશ્વનાથનની બેન્‍ચને ખાતરી આપી હતી કે જમીન હજુ પણ સરકારના કબજામાં રહેશે. જમીન કોઈપણ તળતીય પક્ષને આપવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે એસજી તુષાર મહેતાની આ બાંયધરી રેકોર્ડ પર લીધી હતી જો કે, સુપ્રીમ કોર્ટે હાલમાં કોઈ આદેશ આપવાનો ઈન્‍કાર કર્યો હતો. અરજદારના વકીલ હુઝૈફા અહમદીએ આરોપ લગાવ્‍યો છે કે સંરક્ષિત સ્‍મારકને પણ તોડી પાડવામાં આવ્‍યું છે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા રાત્રે જ તોડી પાડવામાં આવ્‍યું હતું.

હુઝૈફા અહમદીએ આરોપ લગાવ્‍યો, ઁતે જમીન અમારા નામે ૧૯૦૩માં ફાળવવામાં આવી હતી. એક સ્‍મારકને પ્રાચીન સ્‍મારક જાહેર કરવામાં આવ્‍યું છે. તે વક્‍ફમાં પણ નોંધાયેલ છે. તે પણ તોડી પાડવામાં આવી છે.

ગુજરાત સરકારની દલીલ

ગુજરાત સરકારનો આરોપ છે કે આ મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અતિક્રમણની બાબત છે. આ જમીનની નોંધણીનો દાવો પણ ખોટો છે. અમે આ મુદ્દે હાઈકોર્ટમાં જવાબ પણ આપ્‍યો છે. પાંચ માસ પહેલા અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલોએ કવિતા પણ સંભળાવી હતી.

(4:15 PM IST)