<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પાટડીનાં બજાણા પાસે એસ.ટી અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૨ ગંભીર

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫: જેમાં રાધનપુર રાજકોટ રૂટની બસ પાટડીથી રાજકોટ તરફ જઇ રહી હતી, ત્‍યારે પાટડીના બજાણા નજીક આવેલા રેલ્‍વે ફાટક પાસે પહોચતા સામેથી પૂરઝડપે આવી રહેલી એક કાર સાથે અકસ્‍માત સર્જાયો હતો.જે અકસ્‍માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જે બંને ઇજાગ્રસ્‍તોને તાકીદે સારવાર અર્થે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વાનમાં પાટડી સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

આ ગોઝારા અકસ્‍માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા. આ અકસ્‍માતની ઘટનાની જાણ  બજાણા પોલીસને થતાં બજાણા પોલીસ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. અને અકસ્‍માત અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી

(12:36 PM IST)