News of Friday, 25th October 2024
વિરમગામના ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે અનોખી પહેલ કરવામાં આવી
વિદ્યાર્થીઓને વસ્ત્રદાન માટે કરી અપીલ અને વિદ્યાર્થીઓએ શાળામાં કરી દીધો વસ્ત્રોનો ઢગલો..!

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે અનોખી પહેલ કરવામાં આવી છે. ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા વસ્ત્રદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વસ્ત્રદાન માટે અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ શાળાની આ અપીલને સહર્ષ સ્વીકારી લીધી અને શાળામાં વિદ્યાર્થીઓએ વસ્ત્રોનો જાણે કે ઢગલો કરી દીધો છે.
ત્રિપદા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્રદાન અભિયાન અંતર્ગત લાવવામાં આવેલા વસ્ત્રોને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓમાં લોકોને મદદરૂપ થવાની ભાવનાના સંસ્કારનું સિંચન થાય તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમ હિરેનભાઈ જોશીએ જણાવ્યું હતું.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
