તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Friday, 25th October 2024
વિસાવદરના નાનીપીંડાખાઈ ગામે ખેતરમાંથી રૂા.૨૯,૫૦૦ના ૫૦ મણ સોયાબીનની ચોરી
અજાણ્યો શખ્સ વાહનમાં ભરી નાસી જતા પોલીસ દ્વારા શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫ : વિસાવદર તાલુકાના નાનીપંડાખાઈ ગામે રહેતા બાબુભાઈ માધાભાઈ વઘાસિયાની વાડી વિસાવદર ભલગામ જવાના રોડ ઉપર ધાર વિસ્તારમાં આવેલ છે.
ખેડૂતની વાડીમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સે ઙ્કવેશી ૧૦૦ મણ સોયાબીનના ઢગલામાંથી રૂપિયા ૨૯,૫૦૦ની કિંમતના ૫૦ મણ સોયાબીન ની ચોરી કરી જીજે ૧૧ ઝેડ ૧૬૩૩ નંબરના વાહનમાં ભરી ગઈ નાસી ગયો હતો.
આ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
