તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રાજકોટ ગુરૂકુલના સંતો-ભકતો દ્વારા વડતાલધામમાં અદ્ભૂત પ્રદર્શન : રાકેશપ્રસાદજીને મહારાજના હસ્તે પ્રારંભ

વડતાલ : વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે તારીખ ૨૪ ના રોજ સાંજે ૬ કલાકે આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સાંસ્કળતિક પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું. ૩૫ વીઘા જમીનમાં પથરાયેલ આ સાંસ્કળતિક પ્રદર્શન સહુ માટે ગઇકાલથી તારીખ ૧૫ નવેમ્બર સુધી ખુલ્લુ મુકાયું છે જેને નિહાળવા બપોરના ૧૨ થી રાત્રિના નવ દરમિયાન પ્રવેશ મેળવી શકાશે. ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આ સાંસ્કળતિક પ્રદર્શનમાં ૮૦૦૦ ફૂટ એલઇડી સ્ક્રીન લગાવેલા છે . જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ સનાતન ધર્મ અને મનોરંજક ૬૦ કરતાં પણ વધારે પ્રેરણાદાઈ શોર્ટ ટેલિફિલ્મો પીરસાતી રહેશે. ૫૦,૦૦૦ સ્ક્વેર ફીટના વિવિધ બગીચાઓમાં ૧૨૦ કરતા પણ વધારે પ્રકારના ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. ગ્લો ગાર્ડન, આર્ટ ગેલેરી, અક્ષરધામ દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, મંદિર પ્રોજેકશન શો વગેરેની ચાર મહિનાથી તૈયાર કરી રહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ગુરુવર્ય શ્રી દેવ કળષ્ણદાસજી સ્વામીના શિષ્યો સાધુ શ્રી વિશ્વ સ્વરૂપદાસજી સ્વામી તથા સાધુ શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામી તેમજ શ્રી હરિકળષ્ણદાસજી સ્વામી, શ્રી અક્ષયપ્રિયદાસ સ્વામી, શ્રી અભિષેક સ્વામી,જનકલ્યાણ સ્વામી વગેરે સંતોને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે બંને લાલજી મહારાજ શ્રી,વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામી, શ્રી શુકદેવ સ્વામી, પ્રદર્શનના માર્ગદર્શક સુરત વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પુરાણી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી તથા સત્સંગ ભૂષણદાસજી સ્વામી,શ્રી પવન આનંદ જીવન સ્વામી, શ્રી શ્વેત વૈકુંઠદાસ સ્વામી વગેરે વડીલ સંતો, રાજ્યના શિક્ષણમંત્રી અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજપૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, વિપુલભાઈ પટેલ,શ્રી કમલેશભાઈ પટેલ, સુરત શ્રી હરિ ગ્રુપના ચેરમેન શ્રી રાકેશભાઈ દુધાત, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
