તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
જમ્મુ-કાશ્મીરની નવનિયુકત સરકાર રાજ્યની ખાસ ઓળખ અને લોકોના બંધારણીય અધીકારોની સુરક્ષા માટે પ્રતિબધ્ધ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ,તા. ૨૫: કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા પ્રક્રિયા ઝડપથી શરૂ કરી શકે છે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારને રાજ્યના દરજ્જો અને વિશેષ દરજજો પરત લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા એ બુધવારે સાંજે નવી દિલ્હીમાં ગળહ મંત્રી અમિતભાઈ શાહ સાથે ૩૦ મિનિટ બેઠક કરેલ જેમાં અમિતભાઈએ નવી સરકારને પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપેલ અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા ઉપર ચર્ચા કરી હતી. તેમણે જણાવેલ કે મુખ્યમંત્રી અને ગળહ મંત્રી વચ્ચે વાતચીત મુખ્ય શાસન મામલો પર કેન્દ્રીત હતી.
મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા એ ઠંડી માટે જમ્મુ કાશ્મીરમાં વીજળીની આપૂર્તી ઉપર પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવેલ કે બેઠક દરમિયાન વીજળી પૂરી પાડવા અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલ. જો ખાસ કરીને શિયાળો સખત રહેશે તો પડકાર વધારે રહેશે. જમ્મુ કાશ્મીર મંત્રી મંડળે ૧૯ ઓક્ટોબરે રાજ્યનો દરજ્જો આપવા પ્રસ્તાવ પારીત કર્યો હતો અને બાદમાં ઉપરાજ્યપાલ મનોજસિંહાએ તેને મંજુરી આપી હતી. ઓગસ્ટ ૨૦૧૯ માં અનુચ્છેદ ૩૭૦ ને રદ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાગ કરવામાં આવ્યા છે. રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.
ઉપરાંત પ્રસ્તાવમાં જમ્મુ કાશ્મીર સરકારે લોકોની ઓળખ અને બંધારણીય અધિકારોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા તથા ઉપર પણ જોર આપ્યું હતું. પ્રસ્તાવ મુજબ જમ્મુ કાશ્મીરની ખાસ ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષા નવનિયુક્ત સરકારની નીતિની આધારશીલા બનેલી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
