તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
વિંછીયા તાલુકા અમરાપુર ખાતે આજે કુંવરજીભાઇની અધ્યક્ષતામાં યોજાશે ભવ્ય રાસોત્સવ
જસદણ અને વિંછીયા તાલુકાના ગામોની અનેક શાળાઓ અને કોલેજના ગ્રુપો ભાગ લેશેઃ સુપ્રસિધ્ધ ગાયિકા જશુબેન આહીર બોલાવશે ગરબાની રમઝટઃ જસદણ-વિંછીયાની જનતાને ભાગ લેવા, પધારવા અનુરોધ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૫: રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક વિભાગ અને આદર્શ શૈક્ષણિક સંકુલ અમરાપુરના સહયોગથી રાસોત્સવ-૨૦૨૪ નું આજે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાશે.
જસદણ અને વિંછીયા તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનો, જુદી જુદી શાળા અને કોલેજના ગ્રુપો આ રાસોત્સવ-૨૦૨૪ માં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા જશુબેન આહીર અને તેમનું ગ્રુપ ગરબાની રમઝટ બોલાવશે દરેક ભાગ લેનાર ખેલૈયાઓ માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ પણ કરવામાં આવશે આ કાર્યક્રમના સંચાલકોએ જસદણ અને વિંછીયાના લોકોને આ જાહેર રાસોત્સવ-૨૦૨૪ માં ભક્તિમય વાતાવરણમાં માતાજીની અર્ચના માટે પધારવા અનુરોધ કરેલ છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
