તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
સાયબર ફ્રોડના દસ ગુનામાં સામેલ જયેશ ઉર્ફે જયદીપ પાસામાં ધકેલાયો
થોરાળા પોલીસના પી.આઇ. એન. જી. વાઘેલા તથા ટીમે વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ તા. રપઃ રાજકોટ, સુત્રાપાડા, હળવદ, સુરત સહિતના શહેરોમાં સાયબર ફ્રોડના દસ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ રાજકોટ તથા અન્ય શહેરોમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા જયેશ ઉર્ફે જયદીપ ઉર્ફે ડેવીલ ઉર્ફે જયુ વિઠ્ઠલભાઇ ઝાલા (ઉ.વ.રર) (રહે. હિબાગ, લક્ષ્મી હોટલ પાસે, કૃષ્ણનગર ઉમેશભાઇ પટેલના મકાનમાં ભાડે, સુરત મૂળ વાસાવડ તા. સુત્રાપાડા)ને પાસામાં ધમેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ, પી.આઇ. એમ. આર. ગોંડલીયા, પી.એસ.આઇ. એમ. જે. હુણ, પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકિવાસ, હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન. જી. વાઘેલા, પી.એસ.આઇ. સી. વી. ચુડાસમા, એન. આર. ડોબરીયા, હેડ કોન્સ. કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાભી, હસમુખભાઇ નિનમા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, નિલેશભાઇ ચૌહાણ, જયરાજસિંહ કોટીલા સહિતે વોરંટની બજવણી કરી જયેશ ઉર્ફે જયદીપ ઉર્ફે ડેવીલ ઉર્ફે જયુ ઝાલાની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.
(2:33 PM IST)










