News of Friday, 25th October 2024
કેરળ : ૭૦૦ લોકોની ટીમઃ ૭૮ લોકેશન : ૨૪ ક્લાક સુધી દરોડા : ૧૦૮ કિલો સોનું જપ્ત
ત્રિશૂર જીલ્લામાં જીએસટીની મોટી કાર્યવાહી : આ અભિયાનને ટોરે ડેલ ઓરો નામ આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા.૨૫: GST ટીમે કેરળમાં મોટી કાર્યવાહી કરી. રાજ્યભરની GST ટીમોએ સોનાના વેપાર માટે પ્રખ્યાત ત્રિશુરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને રૂ. ૭૫ કરોડની કિંમતનું ૧૦૪ કિલો સોનું જપ્ત કર્યું છે. ખાસ વાત એ છે કે આ કાર્યવાહીમાં વિભાગના ૭૦૦ અધિકારીઓ સામેલ હતા અને ૨૪ કલાક સુધી ૭૮ જગ્યાએ દરોડા પાડીને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું હતું.
હકીકતમાં, કેરળના GST વિભાગને વર્ષની શરૂઆતથી જ જ્વેલરી ઉત્પાદકો તરફથી GSTની છેતરપિંડીની ફરિયાદો મળી રહી હતી. જીએસટીની ટીમો છેલ્લા છ મહિનાથી આ મામલે તપાસ કરી રહી હતી. જીએસટી ટીમોએ બુધવારે સાંજે ઝુંબેશ શરૂ કરી હતી. આ અભિયાનને ટોરે ડેલ ઓરો નામ આપવામાં આવ્યું હતું. તેનો અર્થ થાય છે સુવર્ણ ટાવર. ગુરુવાર સાંજ સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન GST વિભાગના ૭૦૦ અધિકારીઓએ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને જ્વેલરી ઉત્પાદકોના ઘરો સહિત ૭૮ સ્થળોએ ચેકિંગ કર્યું હતું.
એવું કહેવાય છે કે તપાસ દરમિયાન GST અધિકારીઓએ ૧૦૪ કિલો સોનું જપ્ત કર્યું હતું. જ્યારે બિલિંગ અને ટેક્સ પ્રક્રિયામાં પણ ગેરરીતિઓ જોવા મળી હતી. આ સિવાય ૧૨૦ કિલો સોનાનો કોઈ હિસાબ મળ્યો નથી. આ અભિયાન GST સ્પેશિયલ કમિશનર અબ્રાહમ રેન એસની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
ઝુંબેશની ગુપ્તતા જાળવવા માટે, જીએસટી વિભાગે તાલીમ કાર્યક્રમના બહાને સમગ્ર રાજ્યમાંથી અધિકારીઓને ત્રિશુર બોલાવ્યા. આ પછી, તેઓને અભ્યાસ પ્રવાસના બેનરો સાથે બસોમાં દરોડાના સ્થળો પર લઈ જવામાં આવ્યા હતા. સ્ટેટ GST ઇન્ટેલિજન્સ ડેપ્યુટી કમિશનર દિનેશ કુમારે જણાવ્યું હતું કે ઓપરેશન ટોરે ડેલ ઓરો ચાલુ રહેશે. GST વિભાગની આ કાર્યવાહીને લઈને ત્રિશુરના જ્વેલરી ઉત્પાદકોમાં હલચલ મચી ગઈ છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
