<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1680 રૂપિયા સુધી બોલાયો : જાણો 46 યાર્ડમાં શું રહ્યો ભાવ?

મોરબીમાં 1640 રૂ., ધોરાજીમાં 1636 રૂ., સાવરકુંડલામાં 1630 રૂ., બાબરામાં 1620 રૂ., ગોંડલમાં 1601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો

અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 8,209.85 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1680 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1560 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1640 રૂ., ધોરાજીમાં 1636 રૂ., સાવરકુંડલામાં 1630 રૂ., બાબરામાં 1620 રૂ., ગોંડલમાં 1601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,209.85 ટન કપાસની આવક થઇ છે.

(8:36 PM IST)