<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

કો.ઓ. સોસાયટીના મકાન ફાળવણીમાં ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટી પ્રશ્ને પડતી પારાવાર મુશ્‍કેલી

રાજકોટ રેવન્‍યુ બાર. એસો. દ્વારા ડે. કલેકટર સમક્ષ લેખીત રજુઆત

 રાજકોટઃ તા. ૨૫: રાજકોટ રેવન્‍યુ પ્રેકટીશનર એશો. ને તાજેતરમાં સોસાયટી ના મકાનની ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટી સંબંધીત પડતી મુશ્‍કેલી પ્રશ્ને સ્‍ટેમ્‍પ મુલ્‍યાંકન અધિકારી ડેપ્‍યુટી કલેકટર ડો. કે.પી. પટેલ સમક્ષ લેખીત રજુઆત કરેલ છે.

રજુઆતમાં જણાવેલ છે કે તમામ રેવન્‍યુ  પ્રેકટીશનર્સના સભ્‍યો એ સ્‍ટેમ્‍પ ડયૂટી નાયબ કલેકટરશ્રીમાં ખુટતી સ્‍ટેમ્‍પ ડયૂટી અંગે કે સરકારશ્રીના કો-ઓપરેટીવ સોસાયટીના તા. ૨૭/૦૪/૧૯૮૨ બાદના એલોટમેન્‍ટ લેટરમાં ખુટતી સ્‍ટેમ્‍પ ડયૂટી ભરવા અરજી કરતા સીટી સ્‍ટેમ્‍પ ડયૂટીના કર્મચારી ઉડાઉ જવાબ આપે છે.અને તોછડુ વર્તન કરે છે. કોઇપણ સોસાયટીમાં ૧૯૮૨ બાદ  એલોટમેન્‍ટ ૧૯૮૪ માં કરેલ હોય તો ૧૯૮૪ ની જંત્રી મુજબની રકમ ઘણી બધી અરજીઓમાં  વેલ્‍યુએશન કરી ખુટતી સ્‍ટેમ્‍પ ડયુટી વસુલ કરેલ હોવા છતા તે જ સોસાયટીમાં કોઇ અરજી કરે તો દોઢ થી બે- મહિના જેવો બીનજરૂરી સમય કાઢે છે. અને પોતાની મનસુફી મુજબ વેલ્‍યુએશન કરી નોટીસ પાઠવે છે. તેમ રજુઆત કરી આ બાબતે ધરનું કરવા માંગણી કરતા ડેપ્‍યુટી કલેકટરો એસો. ના હોદેદારોની રજુઆત શાંતી પૂર્વક સાંભળી તપાસ કરી સંબંધીત કર્મચારીઓને સુચના આપવાની ખાત્રી આપી હતી.આ રજુઆત સમયે રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસોસીએશન ના પ્રમુખ એન.જે. પટેલ ઉપપ્રમુખ કિશોર સખીયા મંત્રી જી.એલ. રામાણી, દિલેશ શાહ, કેતન ગોસલીયા, રાકેશ ગોસ્‍વામી, આર.ડી. ઝાલા રાકેશ કોઠીયા, ભરત ગંડેચાભાઇ, સંદીપ પટેલ, લલીત કાલાવડીયા, અશ્વિન શેખલીયા, માધાણીભાઇ  હાજર રહ્યા હતા.

(4:05 PM IST)