<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

૧૭ વર્ષથી દારૂના ગુનામા ફરાર આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લોસ્‍કોડ

 

જામનગર તા.રપ :  જામનગર ધ્રોલ પોલીસ સ્‍ટેશનના પ્રોહી ગુના નં.-૧૮૨/૨૦૦૮ હૃોહી. કલમ ૬૬બી,૬૫ઇ,૧૧૬બી, ૮૧ મુજબ ગેરકાયદેસર ઇંગ્‍લીશ દારૂ રાખવા અંગેના ગુનામા છેલ્લા ૧૭ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો લિસ્‍ટેડ આરોપી નરશી પુના ઉ.વ.૬૭ રહે.કોઠડી રાછવા તા.ધાનપુર વાળાને જામનગર સપડા ગામેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્‍ટેશન સોંપી મોકલી આપેલ છે.

             આ કામગીરી પેરોલ ફર્લો સ્‍કવોડના પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  વાય.બી.રાણા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા,ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, તથા પોલીસ હેડ કોન્‍સ. ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ પટેલ, દિવ્‍યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ.બંળવતસિંહ પરમાર  દ્રારા કરવામાં આવેલ છે

(2:01 PM IST)