તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
પ્લોટ નં. ૨, ૩, ૨૦ તથા પ્લોટ નં. ૩૪, ૩૫, ૪૭, ૫૨ અને ૫૫ સંબંધે દાવાના આખરી નિકાલ સુધી યથાવત્ પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ ફરમાવતી અદાલત
લોધિકા તાલુકાના ગામ અભેપરના રેવન્યુ સર્વે નં. ૯૬ પૈકીના જય રણછોડ પાર્ક તરીકે ઓળખાતાં જમીનના પ્લોટ્સ પૈકી વાદી એડવોકેટ મેહુલ મહેતાની રજૂઆત તેમજ દલીલ ગ્રાહ્ય રાખી દાવાવાળા પ્લોટ્સ સંબંધે પ્રતિવાદીઓએ વેચાણ, ગીરો, બક્ષીસ કે અન્ય કોઈ રીતે ટ્રાન્સફર કરવા નહીં તેવો મનાઈ હુકમ ફરમાવતી અદાલત

રાજકોટઃ આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, લોધિકા તાલુકાના ગામ અભેપરના રેવન્યુ સર્વે નં. ૯૬ પૈકીના રહેણાંકના હેતુ માટેના બિનખેડવાણ અને ઈમારત બાંધવાની મંજૂરીવાળા ‘‘જય રણછોડ પાર્ક'' તરીકે ઓળખાતાં જમીનના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. ૨, ૩ તથા પ્લોટ નં. ૨૦ જ્યોત્સનાબેન જેન્તીભાઈ દોંગાની સ્વતંત્ર માલિકી- કબ્જા-ભોગવટાના આવેલ છે. સદરહુ પ્લોટ્સ તેઓએ ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૨૪૨૦, તા. ૭-૩-૨૦૦૮થી નોંધાયેલ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ અને જે સંબંધિત રેવન્યુ રેકર્ડમાં તેઓના નામની નોંધ પ્રમાણિત થતાં ગામ નમૂના નં. ૮-અ થી ખાતું આવેલ છે. લોધિકા તાલુકાના ગામ અભેપરના રેવન્યુ સર્વે નં. ૯૬ પૈકીના રહેણાંકના હેતુ માટેના બિનખેડવાણ અને ઈમારત બાંધવાની મંજૂરીવાળા ‘‘જય રણછોડ પાર્ક'' તરીકે ઓળખાતાં જમીનના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. ૫૨ તથા પ્લોટ નં. ૫૫ દામજીભાઈ મોહનભાઈ ભાલારાના સ્વતંત્ર માલિકી-કબ્જા-ભોગવટાના આવેલ છે. સદરહુ પ્લોટ્સ તેઓએ ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૨૪૧૩, તા. ૭-૩-૨૦૦૮થી નોંધાયેલ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે તેમજ પ્લોટ નં. ૩૪, ૩૫, ૪૭ કમલેશભાઈ દામજીભાઈ ભાલારાના સ્વતંત્ર માલિકી-કબ્જા-ભોગવટાના આવેલ છે. સદરહુ પ્લોટ્સ તેઓએ ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૨૪૨૨, તા. ૭-૩-૨૦૦૮થી નોંધાયેલ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે અને જે સંબંધિત રેવન્યુ રેકર્ડમાં તેઓના નામની નોંધ પ્રમાણિત થતાં ગામ નમૂના નં. ૮-અ થી ખાતું આવેલ છે.
ઉપરોક્ત પ્લોટ્સના કાયદેસરના માલિકી હક્ક-અધિકારો તેમજ કબ્જો-ભોગવટો ઉપરોક્ત વિગતે દામજીભાઈ મોહનભાઈ ભાલારા, કમલેશભાઈ દામજીભાઈ ભાલારા તથા જ્યોત્સનાબેન જેન્તીભાઈ દોંગાનો આવેલ હોવાનું જાણતા હોવા છતાં સદરહુ પ્લોટ્સના સવાલવાળા અન્ય વેચાણ દસ્તાવેજોની રૂઈએ લોધિકા પોલિસ સ્ટેશનમાં ખોટી અને ઉભી કરેલ હકિકતોવાળી અરજી દાખલ કરેલ. જે અરજી સંબંધિત વાદીઓ દ્વારા નિવેદન આપવામાં આવેલ અને તે પરથી વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ્સ અંગેના ઉષાબેન અશોકકુમાર બખતરીયાપુરી, ભીખચંદભાઈ પરમાનંદ માખેચા તથા કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામના ઊભાં કરાયેલ અલગ-અલગ વેચાણ દસ્તાવેજોની જાણ થયેલ.
જેથી ઉપરોક્ત વર્ણવેલ પ્લોટ્સ સંબંધિત ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરી તથા કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામના સવાલવાળા વેચાણ દસ્તાવેજો અંગેની વાદી જ્યોત્સનાબેન જેન્તીભાઈ દોંગાને જાણ થતાં લોધિકાના મહે. સિવિલ જજ સાહેબની કોર્ટમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ રે.દિ.કે.નં.: ૩૮/૨૦૨૩થી પ્રતિવાદી ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. ૨૦નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-૨જીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૬૦૭૮, તા. ૨૨-૪-૨૦૦૮નો નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ તથા પ્રતિવાદી કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. ૨ તથા નં. ૩નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૩૫૨૬, તા. ૭-૧૦-૨૦૧૪નો નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેનો દાવો દાખલ કરી કામચલાઉ મનાઈહુકમની માંગણી કરેલ.
ઉપરોક્ત વર્ણવેલ પ્લોટ્સ સંબંધિત ભીખચંદભાઈ પરમાનંદ માખેચા, ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરી તથા કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામના સવાલવાળા વેચાણ દસ્તાવેજો અંગેની વાદી દામજીભાઈ મોહનભાઈ ભાલારા તથા કમલેશભાઈ દામજીભાઈ ભાલારાને જાણ થતાં લોધિકાના મહે. સિવિલ જજની કોર્ટમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ રે.દિ.કે.નં.: ૩૯/૨૦૨૩થી પ્રતિવાદી ભીખચંદભાઈ પરમાનંદ માખેચાના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. ૩૪ તથા ૩૫નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૧૩૨૧૨, તા. ૫-૮-૨૦૧૦નો નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ તથા પ્રતિવાદી ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરીના નામનો પ્લોટ નં. ૫૨નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૬૦૭૮, તા. ૨૨-૪-૨૦૦૮નો નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ તથા પ્રતિવાદી કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. ૪૭ તથા ૫૫ નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીના ૧ નંબરની બુકના નં. ૩૫૨૬, તા. ૭-૧૦-૨૦૧૪નો નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેનો દાવો દાખલ કરી કામચલાઉ મનાઈ હુકમની માંગણી કરેલ.
ઉપરોક્ત દાવાના સમન્સ-નોટીસની પ્રતિવાદીઓને બજવણી થતાં તેઓના વકિલશ્રી મારફત જવાબ- વાંધા રજૂ રાખેલ. નામદાર અદાલત સમક્ષ વાદીની કામચલાઉ મનાઈહુકમની અરજીની સુનવણી હાથ ધરાતાં નામદાર અદાલતે વાદી એડવોકેટ શ્રી મેહુલ વિ. મહેતાની રજૂઆત, દાવા સાથેના દસ્તાવેજો તેમજ નામદાર અદાલત દ્વારા પ્રતિવાદીત સિદ્ધાંતો ધ્યાને લઈ તેમજ પ્રતિવાદીની દલીલ તથા રજૂઆતને ધ્યાને લઈ ઉપરોક્ત બન્ને દાવાના કામે વાદીઓની કામચલાઉ મનાઈ હુકમની અરજી મંજૂર કરેલ.અદાલત દ્વારા રે.દિ.કે. નં.: ૩૮/૨૦૨૩ તથા રે.દિ.કે.નં.: ૩૯/૨૦૨૩ના કામમાં વચગાળાની મનાઈહુકમની અરજી સંબંધિત વાદી-પ્રતિવાદીઓની રજૂઆત ધ્યાને લઈ વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ સંબંધે ‘‘પ્રતિવાદીઓ કે તેમના પ્રતિનિધીઓએ દાવાવાળી મિલ્કતો વેચાણ, ગીરો, બક્ષીસ કે અન્ય કોઈ રીતે કોઈને ટ્રાન્સફર કરવી-કરાવવી નહીં કે તેમાં કોઈ બોજો ઉત્પન્ન કરવો-કરાવવો નહીં યાને કે સ્ટેટસ કવો યાને કે યથાવત્ પરિસ્થિતી દાવાનો આખરી નિકાલ થાય ત્યાં સુધી જાળવી રાખવાનો વાદી પક્ષની તરફેણમાં અને પ્રતિવાદી પક્ષની વિરુદ્ધમાં'' હુકમ ફરમાવેલ છે. ઉપરોક્ત બન્ને દાવાના કામે વાદીઓ વતી એડવોકેટ તરીકે શ્રી મેહુલ વિ. મહેતા તથા એડવોકેટ ભૌતિક બી. કાલરીયા રોકાયેલ છે.
(12:23 PM IST)










