તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રવિન્દ્રનાથ ટાગોર શાળા રૂા. ર.૮૪ કરોડના ખર્ચે આધુનીક બનશે
૧૬ વર્ગ ખંડો, મધ્યાહન ભોજન શેડ સહિતની સુવિધા : નવા બિલ્ડીંગના કામનો પ્રારંભ

રાજકોટ, તા., રપઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્તકની શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં. ૬૪બી નું ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી આઘુનિક સુવિઘાથી સજજ નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત વિઘાનસભા-૬૯ ના ઘારાસભ્ય શ્રીમતી ડો. દર્શીતાબેન શાહ હસ્તે રાખવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાયેલ.
શાળામાં ગ્રીન બોર્ડ, ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ, કુમાર-કન્યા માટે અલાયદી ટોયલેટ વ્યવસ્થા, શાળાના મેદાનમાં પેવર બ્લોક સાથેના રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. મધ્યાહન ભોજન માટે અલાયદો શેડ, વિધાર્થીઓના પીવાના પાણીની સુવિઘા તેમજ હાથ ઘોવાની સુવિદ્યા વિકસાવવામાં આવશે. વરસાદી પાણીનો ભુર્ગભ જળસંચય થઈ શકે તે હેતુથી રેઈન વોટર હાર્વસ્ટીંગ સીસ્ટમ પણ શાળાના મેદાનમાં ઉપલબ્ધ કરવામાં આવનાર છે. કાયર સેફટી માટેની તમામ સુવિઘાઓ સાથેનુ અધતન બિલ્ડીંગ તૈયાર કરી સોંપવામાં આવશે.
આ તકે કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ પૂર્વ સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ શહેર પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણી, વાઈસ ચાન્સેલર (ઈન્ચાર્જ), સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પ્રો. ડો.કમલસિંહ ડોડીયા, રાજકોટ મહાનગર પાલીકા નેતાશ્રી શાસક પક્ષ શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શાસક પક્ષ મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માઘવ દવે, પૂર્વ સ્ટે. ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મહામંત્રીની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અજયભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેનશ્રી ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથ શિક્ષણ સમિતીના સદસ્યશ્રી સંગીતાબેન છાયા, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જગદીશભાઈ ભોજાણી, જયદિપભાઈ જલુ, સુરેશભાઈ રાધવાણી ખાસ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વા.ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમારના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. (૪.૨૮)
(3:26 PM IST)










