<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ક્રાઇમ બ્રાંચે ૫૭૬ બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે રાજકોટના દિનેશ, રાજસ્‍થાની જીતેન્‍દ્રને દબોચ્‍યા

જામનગર રોડ પરસાણાનગરના સાજીદ લંજાનું નામ ખુલ્‍યું: પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પરમારની ટીમની કામગીરીઃ હરદેવસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવની બાતમી : જીતેન્‍દ્ર અગાઉ રાજકોટ, ચિલોડા, શામળાજીમાં દારૂના ૭ ગુનામાં સામેલઃ સાજીદ માટે લાવ્‍યો હતોઃ ‘કટીંગ' થાય એ પહેલા બે શખસ પકડાઇ ગયા

રાજકોટ તા. ૨૫: દિવાળીનો તહેવાર નજીક આવતાં નાના મોટા બુટલેગરો, સપ્‍લાયરો સક્રિય થયા છે. રાજસ્‍થાનથી  રાજકોટ સુધી દારૂનો જથ્‍થો લાવ્‍યા બાદ મંગાવનારને રિક્ષા મારફત આ દારૂ પહોંચાડવા જઇ રહેલા રાજસ્‍થાની અને રિક્ષાચાલકને ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ રૂડા ઓફિસ નજીકથી રૂા. ૮૬૪૦૦નો ૫૭૬ બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે પકડી લીધા હતાં. જ્‍યારે મંગાવનારનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

દારૂ જુગારના કેસ શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના એએસઆઇ હરદેવસિંહ જાડેજા, સાથેના ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવને મળેલી બાતમી પરથી જીજે૦૩બીએક્‍સ-૩૮૬૫ નંબરની રિક્ષા રૂડા કચેરી નજીક આંતરી લેવાઇ હતી. જેમાંથી રૂા. ૮૬૪૦૦નો દારૂનો જથ્‍થો મળતાં દારૂ, રિક્ષા, મોબાઇલ કબ્‍જે કરી બે શખ્‍સ રાજસ્‍થાનના બુટલેગર જીતેન્‍દ્ર દેવીલાલ પાલીવાલ (ઉ.વ.૩૧-રહે. ખેડી તા. નાથદ્વારા જી. રાજસમંદ રાજસ્‍થાન) અને રાજકોટના રિક્ષાચાલક દિનેશ વિજયભાઇ ગોસ્‍વામી કઉ.૩૨-રહે. જયજવાન જય કિસાન સોસાયટી-૪)ને પકડી લીધા હતાં.

પુછતાછમાં જીતેન્‍દ્રએ કબુલ્‍યું હતું કે પોતે જામનગર રોડ પરસાણાનગરના સાજીદ અલ્લારખા લંજા માટે આ દારૂ લાવ્‍યો હતો. દિનેશની રિક્ષા ભાડે કરી તેને દારૂ આપવા જતો હતો. જો કે દારૂ સાજીદને મળે અને કટીંગ થાય એ પહેલા પકડાઇ ગયો હતો. અગાઉ જીતેન્‍દ્ર વિરૂધ્‍ધ રાજકોટ ડીસીબી, તાલુકા, શામળાજી, ચિલોડા પોલીસમાં દારૂના સાત ગુના નોંધાઇ ચુક્‍યા છે. દિનેશ વિરૂધ્‍ધ બી-ડિવીઝનમાં એક અને સાજીદ વિરૂધ્‍ધ ડીસીબીમાં બે ગુના નોંધાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ, મહાવીરસિંહ ચુડાસમા, મોહીલરાજસિંહ ગોહિલ અને અર્જુનભાઇ ડવે આ કામગીરી કરી હતી.

(2:51 PM IST)