News of Friday, 25th October 2024
સોના અને ચાંદીના ભાવ ઊંચા મથાળેથી પટકાયા : ચાંદી 2,000 ઘટીને એક લાખની સપાટી ગુમાવી
દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 350 ઘટી રૂપિયા 80,450 રહ્યા

મુંબઈ :જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી માંગના અભાવ વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.
રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 350 ઘટી રૂપિયા 80,450 રહ્યા છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા એક લાખથી નીચે આવી ગયો છે. ચાંદી રૂપિયા 2,000 તૂટી રૂપિયા 99,000 બોલાઈ હતી.
MCX ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂપિયા 1,134 અથવા 1.17 ટકા તૂટી રૂપિયા 95,898 રહ્યો છે. જ્યારે સોનાનો વાયદો 15.90 ડોલર તૂટી 2,733 ડોલર રહ્યા છે.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં તીવ્ર કડાકો બોલાયો છે. અમદાવાદ ખાતે સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 80,500 થયો છે, જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 500 ઘટી રૂપિયા 80,300 થયો છે. અમદાવાદ ચાંદીનો કીલો ભાવ રૂપિયા 2,500 તૂટી રૂપિયા 95,500 રહી હતી.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
