તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
અમદાવાદના કૃષ્ણનગરમાં મહિલાના વેશમાં 26 કિલો ચાંદીની લૂંટ કરનાર ગેંગના બે આરોપીઓ ઝડપાયા
લાલભાઈ જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં લૂંટારાઓએ 26 કિલો ચાંદીની કરી લૂંટ ચલાવી હતી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાના વેશમાં લૂંટ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાલભાઈ જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં લૂંટારાઓએ 26 કિલો ચાંદીની કરી લૂંટ ચલાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી નીતિન છારા અને રાકેશ છારાની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ માટે આરોપીએ લૂંટ કરવા મહિલાનો વેશ ધારણ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.
ગત 9 ઓક્ટોમ્બરનાં રોજ કૃષ્ણનગરનાં સરદાર ચોકમાં આવેલા લાલભાઈ જવેલર્સની દુકાન આગળ એક્ટિવાની આગળનાં ભાગે રાખેલ ચાંદીનાં દાગીના ભરેલી બેગની લૂંટ થઈ હતી. એક્ટિવામાં રહેલા 23 લાખથી વધુની કિંમતના 26 કિલો ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
