તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Friday, 25th October 2024
પ૦ લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક...ર૦૦ની પૂછપરછ
બનાવટી દસ્તાવેજો આધારે મોટાપ્રમાણમાં શંકાસ્પદ બાંગલાદેશી ઘુસી ગયાની કેન્દ્રીય જાસૂસી એજન્સીઓની ઇનપુટ આધારે ધમધમાટ : સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ક્રાઇમ બ્રાંન્ચ વડા શરદ સિંધલના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ અઝિત રાજિયાણના નેતૃત્વમાં જબ્બર કાર્યવાહી

રાજકોટ તા.૨૫ સેન્ટ્રલ આઇબી દ્વારા મળેલ ચોક્ક્સ ઇનપુટ આધારે બનાવટી દસ્તાવેજો આધારે ભારતમાં અર્થાત્ ગુજરાતમાં પ્રવેશી ગયેલા ૫૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવી છે.
આવા તત્વો સામે કાર્યવાહી કરવા સાથે ૨૦૦ જેટલા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાનું સૂત્રો જણાવે છે. આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વ હેઠળની ટીમ દ્વારા ચાલી રહી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
