તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પ્રિ વોટિંગ :3 કરોડ લોકોએ વોટ આપ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર.
કેટલાક રાજ્યોમાં પ્રિ વોટિંગ થઈ ચૂક્યું જ્યારે કેટલીક જગ્યાએ ચાલુ : અત્યાર સુધી 3 કરોડ લોકો પ્રિ વોટિંગ કરી ચુક્યા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેનું પ્રિ વોટિંગ થઈ રહ્યું છે. જેમાં બંને ઉમેદવારો ડોનાલ્ડ ટ્ર્મ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર બતાવવામાં આવી રહી છે. યુનિવસિર્ટી ઓફ ફ્લોરિડા ઈલેક્શન લેબના ડેટા અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 3 કરોડ લોકો પ્રિ વોટિંગ કરી ચુક્યા છે.
આ સર્વે 19 થી 22 ઓગસ્ટ દરમિયાન 1500 રજિસ્ટર્ડ વોટર્સ વચ્ચે કરવામાં આવ્યો હતો. કેટલાક રાજ્યોમાં પ્રિ વોટિંગ થઈ ચુકી છે. જ્યારે કેટલીક જગ્યાએ થઈ રહી છે. પ્રિ પોલમાં સર્વેમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને 47 ટકા અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને 45 ટકા વોટ મળ્યા છે.
આ વખતે અમેરિકામાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પ્રિ પોલમાં મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પ્રિ પોલ કરવામાં આવે છે. જેમાં સામાન્ય ચૂંટણીની માફક પોસ્ટ અથવા વ્યક્તિગત રીતે પોલિંગ સેન્ટર પર જઈને પ્રિ વોટિંગ કરવામાં આવે છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
