News of Friday, 25th October 2024
ઐતિહાસિક ધટનાના સાક્ષી બનશે વાંકાનેરના રાજકુમારી સાહેબ
વડાપ્રધાન બન્યા બાદ વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં નરેન્દ્રભાઈ મોદીની પહેલી વખત મુલાકાત

રાજકોટ તા.૨૫ : ભારત ઐતિહાસિક મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર કામ કરવા જઇ રહ્યું છે ત્યારે તારીખ 28 ઓક્ટોબર ના રોજ વડોદરા પેલેસ ખાતે ઐતિહાસિક ધટના બનવા જઈ રહી છે ભારત હવે સ્વદેશી ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સી.295 વડોદરા માં મેન્યુફેકચર થશે ટાટા અને સ્પેન સાથે મળીને કામ કરશે આ ઐતિહાસિક ક્ષણ ના ભાગીદાર થવા વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બન્ને દેશ ના વડાપ્રધાનો નું સ્વાગત રાજવી પરિવાર કરશે અને સાથે ભોજન લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ના મહારાણી શ્રીમતી રાધીકારાજે ગાયકવાડ વાંકાનેર મહારાજ કુમાર શ્રી રણજીતસિંહ સાહેબ ના નાના દિકરીબા અને વાંકાનેર ના રાજકુમારી છે તેવો આ ઐતિહાસિક ધટના ના સાક્ષી બનશે વાંકાનેર ગૌરવ લઇ શકે તેવી ક્ષણ છે
વડાપ્રધાન બન્યા બાદ લક્ષ્મી વિલાસ પેલેસ માં આ મોદી સાહેબ ની પહેલી વખત મુલાકાત છે
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
