તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૧ ગુરૂવાર
News of Friday, 25th October 2024
જસ્ટિન ટુડોની વિઝા પોલિસીથી થયું કેનેડાને પણ ભારે નુકશાન

નવી દિલ્હી: કેનેડાની જસ્ટિન ટ્રુડોની સરકારે દેશમાં નવી વિઝા પોલિસી લાગુ કરી છે. આ પોલિસીથી કેનેડાને અબજો ડોલરનું નુકસાન વેઠવું પડશે. આ નવી ઈમીગ્રેશન પોલિસીની અસર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર પણ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર આ પોલિસીથી માત્ર ઑન્ટેરિયોને આગામી બે વર્ષોમાં 1 અબજ કેનેડિયન ડોલરનું નુકસાન થવાની આશા છે. કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધુ છે. આની અછતના કારણે પણ કેનેડાનું મોટું નુકસાન થશે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મેનેજ કરવા માટે પણ ઘણી નીતિઓ લાગુ કરી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ઉપાય વિદેશી નોંધણી પર મર્યાદા છે. જેનાથી વર્ષ 2024માં નવી સ્ટડી પરમિટમાં 35 ટકાનો ઘટાડો થશે. વર્ષ 2025માં 10 ટકા વધુ ઘટાડો કરવામાં આવશે. સ્ટડી પરમિટ માટે વિદ્યાર્થીઓને 20 હજાર કેનેડિયન ડોલરથી વધુ બચતની જરૂર છે. કેનેડાની શિક્ષણ સિસ્ટમમાં ભારતીય વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષ 2022માં ભારતથી સ્ટડી પરમિટ ધારકોની સંખ્યામાં 47 ટકાનો વધારો થયો છે, જે કુલ 3,19,000 થી વધુ છે. બીજી તરફ ઓગસ્ટ સુધી 1,37,445 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે. જે 2023ની તુલનામાં ચાર ટકા ઓછી છે. સત્તાવાર આંકડા અનુસાર કેનેડામાં લગભગ 6 લાખ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. જોકે, હવે સંખ્યામાં ઘટાડો આવી શકે છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
