તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
સાયકલ શેરીંગ પ્રોજેકટમાં પંકચરઃ કોર્પોરેશનની ભંગાર સાયકલો ફેરવવા કોઇ રાજી નથી

રાજકોટ : શહેરના લોકોને સ્વસ્થ રાખવા સાયકલ શેરીંગ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જો કે આ પ્રોજેકટમાં પંકચર પડી ગયું છે, સાયકલો ભંગાર હાલતમાં છે, જેને કારણે પ્રોજેકટની સફળતા ઓછી અને નિષ્ફળતા વધુ દેખાય છે. તંત્ર દ્વારા સાયકલનું મેઇનટેનન્સ પણ ન થતું હોવાની ઉપરોકત તસ્વીરો ચાડી ખાઇ રહી છે. મનપાએ આ પ્રોજેકટ ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:40 PM IST)










