<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સ્‍પેનના અધિકારીઓએ વડોદરા એરપોર્ટના રન-વેનું નિરીક્ષણ કર્યુ

એરપોર્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજકોટ, તા., રપઃ આગામી તા.૨૮મીના રોજ ટાટા એરબસ પોજેક્‍ટના ફાઈનલ એસેમ્‍બલી શુભારંભ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને સ્‍પેનના વડાઙ્ઘધાન પેડો સાન્‍ચેઝ કરનાર છે. એ પૂર્વે વડોદરા એરપોર્ટ પર અધિકારીઓની આવન-જાવનનો દોર વધ્‍યો છે. ગુરુવારે બપોરે સ્‍પેનના ૮ અધિકારીઓ નિરીક્ષણ અર્થે આવ્‍યા હતા.

વડોદરા એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્‍ડિંગ ખાતે સ્‍પેનની ૪ મહિલા અધિકારીઓ સહિત ૮ અધિકારીઓ બપોરે ૧ કલાકે આવ્‍યા હતા. તેઓએ વી.આઈ.પી.રૂમનું નિરીક્ષણ કર્યું હતું. ત્‍યારબાદ રન-વેના નિરીક્ષણ અર્થે જઈ જરૂરી સૂચન કર્યા હતા. રત-ચેની લંબાઈ સહિત એરકાટના ઓપરેશનલ એરિયા સંદર્ભે એરપોર્ટ ડાયરેકટર એર ટ્રાફીક કન્‍ટ્રોલ એ.ટી.સી)સહિત લાગતાવળગતા વિભાગના અધિકારીઓ સાથે વી.વી. મૂવમેન્‍ટની વ્‍યવસ્‍થા અંગે બેઠક યોજી હતી. જે પ્રસંગે સી.આઇ. એસ.એક સહિત સુરક્ષા કર્મીઓ તૈનાત હતા. ઉલ્લેખનીય છે કે સ્‍પેશિયલ ઙ્કોટેક્‍શન ચુપાએસ. પી.જી)ના અધિકારીઓની ટીમ આજે શુક્રવારે આવશે. જાણવા મળ્‍યા મુજબ વી.વી.આઈ.પી.ના આવા- ગમનના ૪૮ કલાક પૂર્વે એસ. પી.જીના અધિકારીઓ, સુરક્ષા કમીઓ તૈનાત રહે છે.

દુલ્‍હનની જેમ શણગારેલા રૂટ-રાજમાર્ગ પર આગામી તા.૨૮મી સુધી વિવિધ વિભાગના અધિકારીઓના વાહનોની આવન- જાવનના દૌર સાથે સાયરનોનો ગૂંજારવ જારી રહેશે.

(2:48 PM IST)