<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

લોરેન્‍સ બિશ્‍નોઇના ભાઇ પર ૧૦ લાખનું ઇનામ જાહેર

બિશ્‍નોઇને વધુ એક ઝટકોઃ કેનેડા અને અમેરિકાથી ચલાવે છે ગેંગ

નેશનલ ઇન્‍ટેલીજન્‍સ એજન્‍સી (એનઆઇએ) એ ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્‍નોઇના ભાઇ અનમોલ બિશ્‍નોઇને ‘મોસ્‍ટ વોન્‍ટેડ'ની યાદીમાં સામેલ કર્યો છે અને તેની ધરપકડ પર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. માહિતી અનુસાર, અનમોલ બિશ્‍નોઇ કેનેડા અને અમેરિકાથી પોતાની ગેંગનું સામ્રાજય ચલાવી રહ્યો છે. જણાવાઇ રહ્યું છે કે એનસીપી નેતા બાબા સિદ્દીકી પર ૧ર ઓકટોબરે થયેલ હુમલા અને એપ્રિલમાં અભિનેતા સલમાનખાનના ઘર પર થયેલ હુમલાના ષડયંત્રમાં તે સામેલ હતો.

સુત્રો અનુસાર, અનમોલ વિરૂધ્‍ધ મુંબઇ પોલીસે ૧૪ એપ્રિલે સલમાનના ઘર બહાર થયેલ ફાયરીંગ બાબતે એક લુકઆઉટ સર્કયુલર જાહેર કર્યો હતો. પોલીસ અનુસાર, તેણે આ ઘટનાની જવાબદારી સોશ્‍યલ મીડીયા પર લીધી હતી. તપાસમાં એ પણ સામે આવ્‍યું છે કે બાબા સિદ્દીકીની હત્‍યામાં સામેલ શૂટર સ્‍નેપચેટ દ્વારા તેના સંપર્કમાં હતા.

૧ર ઓકટોબરે બાબા સિદ્દીકીને તેના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફીસની બહાર ગોળી મારીને તેની હત્‍યા કરાઇ હતી. આ દરમ્‍યાન તેમના પર ત્રણ, હથિયારબંધ હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી. આ ઘટના પછી તરત જ લોરેન્‍સ બિશ્‍નોઇ ગેંગના શુભમ લોનકરે જણાવ્‍યું, ‘‘અનમોલ બિશ્‍નોઇ અને ગોલ્‍ડી બ્રાર લોરેન્‍સ બિશ્‍નોઇ ગેંગનું સામ્રાજય અમેરિકા અને કેનેડાથી સંભાળે છે. સાથે જ  ભારતમાં જમીની સ્‍તરે અપરાધીઓ અને ગુંડાઓના સક્રિય સહયોગથી સીંડીકેટની દેખરેખ રાખે છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ગેંગ પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્‍ટ્ર, ચંદીગઢ, રાજસ્‍થાન, દિલ્‍હી, યુપી, એમપી, બિહાર અને ઝારખંડ જેવા રાજયોમાં ફેલાયેલ છે. આ ગેંગના લોકો માટે હથિયારની વ્‍યવસ્‍થા વિદેશથી જ કરાય છે. આ હથિયારની વ્‍યવસ્‍થા મોટા ભાગે અનમોલ, ગડોલ્‍ડી બ્રાર અને લોરેન્‍સના કેટલાક નજીકના સહયોગી કરે કેનેડાથી જ ઓપરેટ કરે છે અને અવાર નવાર અમેરિકા જતો આવતો રહે છે. એનઆઇએ કહ્યું છે કે અમે તેને અમારી મોસ્‍ટ વોન્‍ટેડની યાદીમાં મુકી દીધો છે. અને તેના ઠેકાણાની માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. (૭.૩ર)

(2:56 PM IST)